નાંંદોદના રીંંગણી ગામે દારૂ બિયર સંતાડતા ત્રણ ઈસમોને મકાન માલિકે અટકાવતા માર માર્યો 

0
82

મકાન માલિક ગરમીના કારણે ધાબે સુતા હતા ત્યારે રાત્રે ગામના ત્રણ વ્યક્તિઓ થેલા માં દારૂ,બિયર સંતાડવા વાડામાં આવ્યા હતા અને અવાજ થતા જોઈ ગયા

રાજપીપલા: નાંદોદ તાલુકાના રીંગણી ગામમાં રહેતા ફરિયાદી નિશાબેન મુળજીભાઈ વસાવા અને એમના ભાઈ નિકેત મુળજી વસાવા ગત તારીખ 28 એપ્રિલના રોજ રાત્રે ગરમીના કારણે પોતાના મકાનના ધાબા પર સુતા હતા એ દરમિયાન રાત્રે લઘભગ દસ વાગે મકાનના વાડામાં આંબા ના ઝાડ ના પાન તૂટવાનો અવાજ આવતા નિકેત જાગી ગયો અને નીચે ઉતરી ને જોયું તો ગામનાજ ત્રણ પૈકી અરવિંદ અલખમ વસાવા,અશ્વિન અરવિંદ વસાવા અને સંદીપ રસિક વસાવા ઓ ફરિયાદી ના વાડામાં ત્રણ એક થેલામાં દારૂ અને બિયર છુટા પાડી સંતાડવા પ્રયાસ કરતા હોય નિકેત એ એમને અટકાવી જતા રહો અહીં આવી ગુનાહિત પ્રવૃત્તિ ન કરો નહીતો પોલીસ બોલાવીશ એમ કહેતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા અને નિકેત ને માર મારતા નિશા વચ્ચે પડતા એને પણ ઝાડીમાં ફેંકી દેતા ફરી નિકેત વચ્ચે પડતા અશ્વિન વસાવા એ નિકેતને માથામાં પથ્થર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ  નિતેશને સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં દાખલ કરતા બીજા દિવસે આમલેથા પોલીસે ફરિયાદ બાદ ત્રણેય ઈશમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા

7

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY