ન્યુ દિલ્હી,તા.૬
જમ્મુ-કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપનાર આર્ટિકલ ૩૫છની વેલિડિટીને પડકારનાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં સોમવારના રોજ સુનવણી ટળી ગઇ. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની બેન્ચે કહ્યુ્ં છે કે તેઓ આ મુદ્દા પર આજે સુનવણી કરી શકશે નહીં. કેસની આગળની સુનવણી હવે ૨૭મી આૅગસ્ટના રોજ થશે. આ દિવસે કોર્ટ આ કેસને સંવિધાન બેન્ચમાં મોકલવા પર નિર્ણય આપી શકે છે. આપને જણાવી દઇએ કે આર્ટિકલને ભેદભાવપૂર્ણ બતાવી દિલ્હીની એનજીઓ ‘વી ધ સિટિઝન’ એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
ચીફ જસ્ટિસ મિશ્રા અને જસ્ટિસ એ.એમ.ખાનવિલકરે સુનવણી ટાળતા કહ્યું કે ત્રણ સભ્યની બેન્ચે એ નક્કી કરવાનું છે કે શું આ મુદ્દાને સુનવણી માટે પાંચ સભ્યોની બેન્ચને સ્થળાંતરિત કરવામાં આવે. એક જજ વી.આઇ.ચંદ્રચુડની રજાના લીધે બેન્ચે આ કેસ પર સુનવણી કરી નહીં.
કોર્ટે કહ્યું કે આર્ટિકલ ૩૫છની વેલિડિટીને પડકારનાર અરજીની સુનવણી ૨૭મી આૅગસ્ટથી શરૂ થનારા સપ્તાહમાં ત્રણ સભ્ય બેન્ચ કરશે. આપને જણાવી દઇએ કે કેન્દ્ર અને રાજ્ય બંને જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણીનો હવાલો આપતા અરજીની સુનવણી ટાળવાની માંગણીકરી રહ્યા હતા. જા કે અરજીકર્તાએ કેસની સુનવણી ટાળવાનો વિરોધ કર્યો.
ચીફ જસ્ટિસે કહ્યું કે સંવિધાનના આર્ટિકલ ૧૪૫ની અંતર્ગત સંવિધાનના કોઇપણ પ્રોવિઝનને પડકારી શકાય છે. એવામાં એ જાવાનું હશે કે શું આર્ટિકલ ૩૫છ સંવિધાનના મૂળ આવધારણાને તોડે છે? સુપ્રીમ કોર્ટે કÌšં કે તેઓ અરજીકર્તા, એટોર્ની જનરલ, અને જમ્મુ-કાશ્મીર સરકારની દલીલોને સાંભળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





