અમદાવાદ,તા.૬
ગુજરાત હાઇકોર્ટમાં સોમવારે અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક અને પાકિંગ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે શહેરમાં અત્યારે ચાલુ કરવામાં આવેલી ટ્રાફિક ઝુંબેશ કામચલાઉ ન હોવી જાઈએ. સાથે જ કોર્ટે લોકોને વ્યસ્થિત પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા આપવાની પણ ટકોર કરી હતી.
હાઇકોર્ટમાં આજે શહેરના રસ્તાઓની ખરાબ હાલત, રસ્તાઓ પર રખડતા ઢોર અને રસ્તાઓ પર કરવામાં આવેલા દબાણો પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે ટ્રાફિક મામલે રાજ્ય સરકાર અને અન્ય વિભાગોને નોટિસ પાઠવી હતી. કોર્ટે સરકારને પા‹કગ પોલીસી અને ફરી સર્વે કરવાનો આદેશ કર્યો હતો.
હાઇકોર્ટે કહ્યું હતું કે શહેરમાંથી ટ્રાફિકની સમસ્યાને સાવ દૂર કરવામાં આવે. લોકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન પડવી જાઈએ. સાથે જ કોર્ટે પબ્લિક ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરોને ટકોર કરી હતી કે તેઓ રોડ પર નહીં પરંતુ બસ સ્ટેડન્ડી અંદર પોતાની બસો પાર્ક કરે જેનાથી રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે. આ મુદ્દે કોર્ટે મંગળવારે વચગાળાનો આદેશ કરી શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોર્ટમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે ઢોર પકડવા જતાં લોકો અધિકારીઓ પર હુમલા કરે છે, આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે કાયદાકીય પગલાઓથી સમસ્યાનો નિકાલ લાવો. શહેરમાં તમામ આયોજનો ૨૦ વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. જરૂર પડે તો જીડીસીઆરમાં પણ ફેરફાર કરવામાં આવે. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે ડ્રાફિક ડ્રાઇવ કામચલાઉ ન હોવી જાઈએ.
પોલીસે લારી-ગલ્લાવાળાઓની કરી ધરપકડ
બીજી તરફ આજે લારી અને ગલ્લાવાળાઓ આજે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા માટે હાઇકોર્ટમાં પ્રવેશતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. વકીલોના જણાવ્યા પ્રમાણે આ લોકોએ પાસ લઇને કોર્ટમાં એન્ટ્રી કરી હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. વકીલોએ એવો સવાલ પણ કર્યો હતો કે શું કોર્ટમાં રજુઆત કરવા આવવું એ ગુનો છે? નોંધનીય છે કે સોલા પોલીસે હાઇકોર્ટમાં પ્રવેશ કરી રહેલા લારી-ગલ્લાવાળાઓની અટકાયત કરીને તેમના પર કલમ ૧૮૧ લગાવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



