જનતા પર પડશે મોંઘવારીનો માર : એલપીજી,સીએનજીથી લઇને વીજળી સુધીનું બધું થશે મોંઘું

0
49

ન્યુ દિલ્હી,તા.૨૨
પેટ્રોલ અને ડીઝલના વધતા જતાં ભાવોની વચ્ચે હવે ગેસ સળગાવો, ખેતરોમાં ખાતર નાંખવું અને વીજળી, સૌથી મોંઘી થવાની છે. એનું કારણ પ્રાકૃતિક ગેસનું મોંઘુ થવાનું છે. ગત એક સપ્તાહમાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ એલએનજીમાં ભાવ આશરે ૧૦ ટકા વધી ચુક્યા છે. એની અસર ઘરેલૂ બજારમાં દેખાશે એ નક્કી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં આ સમય જે તેજી જોવા મળી રહી છે, એ વર્ષ ૨૦૧૭ના અંતિમ મહિના બાદની સૌથી મોટી તેજી છે. એની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊર્જાના અન્ય સાધનો જેવા એલએનજી અને કોલસાની કિંમતમાં પણ વધારો થયો છે. ગત સપ્તાહે એશિયન એલએનજી સ્પોટ પ્રાઇસ ૧૦ ટકા મોંઘા થઇને ૮.૭૦ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ પર પહોંચી ગયા. આ એક સપ્તાહ પહેલાની સરખામણી આશરે ૮૦ સેન્ટ મોંઘું છે.
આ રીતે અમેરિકામાં હેનરી હબ નેચરલ ગેસ ફ્યૂચર પણ એક ટકા મોંઘુ થયું છે. આમ તો અમેરિકા ભારતછી ખૂબ દૂર છે, પરંતુ ત્યાં ગેસની કિંમતોમાં વધારો એટલા માટે મહત્વ રાખે છે, કારણ કે ભારતીય કંપની ગેલ ઇન્ડિયા લિમિટેડએ ત્યાંની એક કંપનીથી ૩૦ વર્ષો માટે આપૂર્તિની સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ અમેરિકાના લુસિયાનાથી એલએનજીની આયાત શરૂ પણ થઇ ગયું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રાકૃતિક ગેસનું મોંઘુ થવાની અસર ભારતીય અર્થવ્યવસ્થાના દરેક ક્ષએત્રમાં જાવા મળશે. આમ તો એ સમયે ભારતીય ઊર્જા પરિદ્રશ્યમાં પ્રાકૃતિક ગેસની ભાગીદારી માત્ર ૬.૫ ટકાની છે, પરંતુ એની ભાગીદારી જે ક્ષેત્રમાં છે, એની અસર જીવનના દરેક ક્ષેત્રમાં હશે.
આ સમય દેશના ૧૩ રાજ્યોમાં સિટી ગેસ પરિયોજના ચાલી રહી છે. એટલે કે આ રાજ્યોમાં પાઇપ્ડ નેચરલ ગેસ ખાવાનું બનાવવાનું હેસની આપૂર્તિ થઇ રહી છે, તો સીએનજીના રૂપમાં મોટર વાહન ચલાવવા માટે ગેસની આપૂર્તિ થઇ રહી છે. સિટી ગેસ પરિયોજના માટે ઘરેલૂ ગેસની આપૂર્તિ આશરે ૨૫ ટકા છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY