અંકલેશ્વરમાં ૧૪ વર્ષીય સગીરા પર ગેંગ રેપની ઘટના થી ચકચાર

0
146

ભરૂચ:
અંકલેશ્વરનાં એક ખોબા જેવડા ગામમાં બકરા ચરાવા ગયેલી ૧૪ વર્ષીય સગીરાને તેના જ ગામનાં પાંચ નરાધમોએ હવસનો શિકાર બનાવી હોવાની ઘટનાને પગલે પંથકમાં સનસનાટી મચી ગઈ છે. યુવતીને ૧૦૮ની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વરનાં એક ગામની સગીર દીકરી બકરા ચરાવવા માટે સવારે ૧૦ વાગે ગામની સીમમાં ગઈ હતી, પરંતુ બપોરનાં ૨:૩૦ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા યુવતીનો ભાઈ તેને શોધવા માટે ગામની સીમમાં ગયો હતો. સગીરાનાં ભાઈએ સીમમાં કોઈ યુવતી સાથે પાંચ જેટલા ૧૭ થી ૨૩ વર્ષીય હવસખોરો બદકામ કરી રહ્યા હોવાનું નજરે જોતા તેને નરાધમોને પડકાર ફેંક્યો હતો,લોકો એકત્રીત થઈ જતા તકનો લાભ લઈ તમામ ત્યાંથી ફરાર થઇ ગયા હતા,જોકે યુવકે નજીક જઈને જોતા તે યુવતી બીજી કોઈ નહિ પરંતુ તેની બહેન જ હતી,તેથી ઘટના થી સ્તબ્ધ બની ગયેલા ભાઈએ હિંમત એકઠી કરીને ગ્રામજનો તેમજ તેમના પિતાને જાણ કરી હતી.ભોગ બનનારને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ થી યુવતીને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ નોંધીને ફરાર નરાધમોને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY