જનતાનો વિશ્વાસ જીતવાની જરૂર છે

0
47

જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને પીડીપી વચ્ચે છેલ્લા ચાર વર્ષથી જેમ તેમ ગઠબંધન ચાલ્યા બાદ આખરે તુટી ગયુ છે. મેળ વગર કરવામાં આવેલા આ ગઠબંધનને લઇને પહેલાથી જ માનવામાં આવી રહ્યુ હતુ કે તે કોઇ પણ સમય તુટી પડશે. રાજકીય પંડિતોની ગણતરી આખરે સાચી સાબિત થઇ છે. જમ્મુ કાશ્મીરમાં ગઠબંધન સરકારનુ પતન થયા બાદ હવે રાજ્યમાં રાજ્યપાલ શાસન આવી ગયુ છે. રાજકીય ઇતિહાસમાં જમ્મુ કાશ્મીરમાં આઠમી વખત રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યુ છે. આ વખતે ખાસ બાબત એ છે કે આ વખતે રાજ્ય વિધાનસભાની છ વર્ષની અવધિના અધવચ્ચે રાજ્યપાલ શાસન આવી ગયુ છે. કોઇ પણ રાજકીય પાર્ટી સરકાર બનાવવા માટેની સ્થિતિમા નથી. સાથે સાથે કોઇ રાજકીય પાર્ટીની સરકાર બનાવવા માટે પ્રયાસ કરવાની પણ કોઇ યોજના નથી. આવી Âસ્થતીમાં જમ્મુ કાશ્મીરની સામે સૌથી મોટો પ્રશ્ન એ થઇ રહ્યો છે કે જમીની માળખાને જાળવી રાખવા માટે ક્યા પ્રયાસ કરવાની જરૂર છે. આ રાજકીય માળખાની રચના ૯૦ના દશકમાં ત્રાસવાદી ગતિવિધી ચરમસીમા પર રહ્યા બાદ ધીમે ધીમે વ્યવ્સ્થિત્ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા દોઢ દશકના ગાળામાં ટેકનિકલ મુદ્દાને ધ્યાનમાં લઇને ટુકા ટુકા ગાળા માટે ગવર્નર રૂલ લાગતા રહ્યા છે. પરંતુ એકંદરે આ ગાળો પણ ચૂંટાયેલી સરકારોનો જ રહ્યો છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદીઓની ગતિવિધી અને ત્રાસવાદીઓ દ્વારા સતત રક્તપાત જારી રાખવામાં આવ્યો હોવા છતાં ચૂંટણીમાં રાજ્યના મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી રહી છે. રાજ્યના મોટા સંખ્યામાં લોકો રાષ્ટ્રીય મુખ્યપ્રવાહમાં સામેલ થઇ રહ્યા છે. વિકાસના કામોને પણ ગતિ મળી રહી છે. આ સિલસિલો પીડીપી અને ભાજપની ગઠબંધન સરકારના ગાળા દરમિયાન પણ રહ્યો હતો. જા કે મુફ્તિના અવસાન બાદ મહેબુબા મુફ્તિના શાસન કાળ દરમિયાન ભાજપ અને પીડીપી વચ્ચે સંબંધ વણસી ગયા હતા. ગઠબંધન સરકારનુ પતન થયુ ત્યાં સુધી ચોક્કસપણે સ્થિતિ રાજ્યમાં ખુબ ખરાબ થઇ ગઇ હતી. હવે રાજ્યપાલ શાસન હેઠળ સ્થિતિને સુધારી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સેના અનમે સુરક્ષા દળો સામે અનેક પડકારો રહેલા છ. ભાજપનુ કહેવુ છે કરે સરકાર સાથે છેડો ફાડવાનો નિર્ણય એટલા માટે લેવો પડ્યો કે રાજ્યમાં ત્રાસવાદી હિંસા વધી રહી હતી. નાગરિકોના મુળભૂત અધિકારો સાથે રમત થઇ રહી હતી. ખાલ કરીને બોલવા માટેની સ્વતંત્રતા પર સંકટના વાદળો હતા. જા કે નિર્ણયનુ મુખ્ય કારણ છે કે કાશ્મીરના પથ્થરને ગળામાં લટકાવીને ભાજપ લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરવા માટે તૈયાર નથી. જમ્મુ કાશ્મીરમાં જ્યારે પણ લાંબા ગાળા માટે રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવે છે ત્યારે તેનો સીધો લાભ કટ્ટરપંથીઓ અને અલગતાવાદીઓને જ મળ્યો છે. જેથી પ્રથમ ટાર્ગેટ કેન્દ્ર સરકારને આ જ રાખવાની જરૂર રહેશે કે રાજ્યપાલ શાસન કોઇ પણ કિંમતમાં છ મહિનાથી વધારે ન ચાલે. રાજ્યમાં ચૂટાઇ આવેલા જન પ્રતિનિધીઓની ઔપતારિકતા અને શÂક્ત ભલે રાજ્યપાલ શાસનમાં કોઇ પણ નથી પરંતુ આ ગાળા દરમિયાન તેમની સાથે સંવાદ અને વાતચીત ઉપયોગી રહેનાર છે. રાજ્ય વહીવટીતંત્ર જમીની લવોકશાહી સંસ્થાઓને બચાવી રાખવા માટે કેટલાક પગલા ચોક્કસપણે લઇ શકે છે. આની બિલકુલ વિરુદ્ધમાં આંકડાબાજી મારફતે વહીવટીતંત્રની સફળતા દર્શાવી શકાય છે પરંતુ આના કારણે રાજ્ય અને દેશને કોઇ ફાયદો થનાર નથી. જનતાનો વિશ્વાસ જીતવાના પ્રયાસ જરૂરી છે. મંગળવારના દિવસે ભાજપે પીડીપી સરકારને પોતાનું સમર્થન પરત લઇ લીધું હતું. આની સાથે જ રાજ્યના છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા ભાજપ અને પીડીપી વચ્ચેના ગઠબંધનનો અંત આવી ગયો હતો. મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીના નેતૃત્વમાં પીડીપી અને ભાજપ સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી હતી પરંતુ ગઇકાલે ગઠબંધનનો અંત આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ રાજ્યપાલ એનએન વોરાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. પીડીપી સાથે ગઠબંધનનો અંત લાવવાની ભાજપે જાહેરાત કરી હતી. પત્રકાર પરિષદ યોજીને ભાજપના જનરલ સેક્રેટરી રામમાધવે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં તેની ગઠબંધન સરકાર સાથે ચાલવાની બાબત ભાજપ માટે ખુબ જ મુશ્કેલરુપ બની ગઈ હતી જેથી અમે ટેકો પાછો ખેંચી લીધો હતો. ખીણમાં મહિના સુધી યુદ્ધવિરામની Âસ્થતિ હોવા છતાં આતંકવાદી હુમલા વધ્યા હતા. પત્રકાર સુજાત બુખારી અને આર્મી જવાન ઔરંગઝેબની ઇદની પૂર્વ સંધ્યાએ હત્યા કરવામાં આવી હતી. માધવે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખીણ માટે તમામ પગલા લીધા હતા પરંતુ મહેબુબા મુફ્તી સરકારે તેનું વચન પાળવા માટે કોઇ પગલા લીધા ન હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY