ટોક્યો,તા.૧૫
આજનો સમય સ્માર્ટ યુગ બની ગયો છે. તેવામાં તમે સાંભળ્યું છે કે સ્માર્ટનેસ વ્યક્તિની નોકરીનું કારણ બને ? નથી જાણ્યું તો આજે જાણી લો એવા દેશ વિશે કે જ્યાં લોકોને તેની સ્માર્ટનેસના કારણે નોકરી મળે છે. આ નોકરી પણ અન્ય કરતાં અલગ છે. જાપાનની એક કંપની પુરુષો માટે ખાસ નોકરીની વ્યવસ્થા કરે છે. આ નોકરીમાં પુરુષોએ માત્ર મહિલાઓના આંસૂ લુછવાનું કામ કરવાનું હોય છે.
જાપાનની રોકેટ ઈંક કંપનીએ સ્માર્ટ પુરુષોની નિયુક્તિ કરી છે. આ પુરુષો મહિલાઓના આંસૂ લુછવા માટે તૈનાત રહે છે. જા કોઈ મહિલા ઈચ્છે કે તેની આંખ ભીની થાય અને કોઈ હેન્ડસમ વ્યક્તિ તેની પાસે ઊભો હોય અને રુમાલથી તેના આંસૂ લુછે તો આ કલ્પનાને સત્ય રોકેટ ઈંક કંપની બનાવે છે. જાપાની કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સએ આ નિર્ણય કર્યો હતો. તેનું કારણ છે કે મહિલાઓ મહેનતથી કામ કરે છે પણ તેઓ ઈમોશનલ હોય છે તેથી જ્યારે તેમનું રડવું આવે છે ત્યારે તે બાથરુમમાં જતી રહે છે. પરંતુ જા આ સમયે તેની પાસે કોઈ હોય કે તે તેના આંસૂ લુંછે તો તેને સારું લાગશે. કંપની વિચારે છે કે મહિલાઓ કામ છોડી રડવા માટે એકાંતમાં જાય છે તેનાથી કામ પર અસર થાય છે. આ સમસ્યાના નિવારણ તરીકે કંપનીએ પુરુષોને મહિલાઓને આંસૂ લુછવાનું કામ સોંપ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



