મુંબઇ,તા. ૧૦
ખુબસુરત જેક્લીને ખુલાસો કરતા કહ્યુ છે કે તે હાલમાં બિલકુલ એકલી છે. કોઇના પણ પ્રેમમાં નથી. હાલમાં તેના સિદ્ધાર્થ મલહોત્રા અને તે પહેલા અર્જુન કપુર સાથે સંબંધને લઇને ચર્ચા છેડાઇ હતી. જેક્લીને બોલિવુડ સ્ટાર અર્જુન કપુર અને સિદ્ધાર્થની સાથે પ્રેમમાં હોવાના હેવાલને રદિયો આપ્યો છે. તેનુ કહેવુ છે કે તે સિંગલ હોવાની હાલમાં મજા માણી રહી છે. જેક્લીન હાલમાં સલમાન ખાનની મોટી ફિલ્મ રેસ-૩ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. આ ગ્લેમરથી ભરપુર ફિલ્મમાં તેની સાથે ડેઝી શાહ, બોબી દેઓલ પણ હતા. અનિલ કપુરની પણ ભૂમિકા હતી. પ્રેમ પ્રકરણ મામલે જેક્લીને ખુલાસો કરતાની સાથે જ આ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. અર્જૂન કપુર સાથે સંબંધ અંગે પુછવામાં આવતા જેક્લીને આ મુજબની વાત કરી હતી. જેકલીન હાલમાં ટોપ સ્ટાર અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. તેની તમામ ફિલ્મો સારી કમાણી કરી રહી છે. રેસ-૩ પહેલા ડેવિડ ધવનની જુડવા-૨ ફિલ્મ પણ તેની સુપર હિટ સાબિત થઇ હતી. જેમાં વરૂણ ધવનની સાથે તેની ભૂમિકા હતી. જેકલીને કહ્યુ છે કે એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડના ગોસિપ્સ વર્લ્ડ સાથે ખુબ જુના સંબંધ રહ્યા છે. જેક્લીને કહ્યુ છે કે તે સિંગલ છે. તેનુ કહેવુ છે કે ક્યારે પણ કોઇનુ નામ કોઇની સાથે જાડી દેવામાં આવે છે. જ્યારે કેટલીક વખત તો સંબંધ ન હોવા છતાં બ્રેક અપની Âસ્થતી દર્શાવી દેવામાં આવે છે. જા કે જેક્લીને કબુલાત કરી છે કે તેની અને અર્જૂન કપુર વચ્ચે સારી મિત્રતા છે. જ્યારે પણ અમારા અંગે કોઇ સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે છે ત્યારે અમે બન્ને એન્જાય કરીએ છીએ. અમે બન્ને આવા અહેવાલને લઇને ખુશ થઇએ છીએ. સોનમ કપુર અને જેક્લીન વચ્ચે ખુબ સારી મિત્રતા છે. આવી Âસ્થતીમાં થોડાક સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે સોનમ કપુરે જ પોતાના ભાઇ અર્જૂન કપુરની ઓળખ જેક્લીન સાથે કરાવી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




