હવે કેટરીના કેફ અમિતાભ અને આમીરની સાથે રહેશે

0
86

મુંબઇ,તા. ૧૦
ખુબસુરત કેટરીના કેફ હાલમાં ખુબ જ ખુશ દેખાઇ રહી છે. કારણ કે તેને ધુમ ફિલ્મ બાદ આમીર ખાન સાથે બીજી ફિલ્મ મળી ગઇ છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન નામની ફિલ્મ હાલના કાર્યક્રમ મુજબ સાતમી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. હવે શુટિંગ પૂર્ણ થવાના આરે પહોંચી ગયુ છે. આમીર અને અમિતાભ બચ્ચનની મુખ્ય ભૂમિકા છે. જ્યારે શાહરૂખ ખાન મહેમાન કલાકાર તરીકે છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન નામની ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. આમીર ખાન અને અમિતાભ બચ્ચન અભિનિત આ ફિલ્મ હોવાથી તમામ ચાહક વર્ગમાં આની ચર્ચા જાવા મળી રહી છે. મોટા બેનરની આ ફિલ્મને હાંસલ કરવા માટે તમામ ટોપની અભિનેત્રીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. આખરે કેટરીના કેફે બાજી મારી હતી.માર્ચ મહિનામાં આ ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. યશરાજ બેનરની ફિલ્મ હોવાના કારણે ફિલ્મમાં તમામ સારી બાબતોને ઉમેરી દેવામાં આવનાર છે.
ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં આમીર ખાન અને અમિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવ્યા બાદ આલિયા ભટ્ટના નામ પર સૌથી પહેલા ચર્ચા કરવામાં આવી હતી. આલિયાને ફિલ્મમાં લેવાના મુદ્દે આમીર ખાન અને ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડાની વચ્ચે ચર્ચા થઇ હતી. આમીરે ભારપૂર્વક કહ્યુ હતુ કે ફિલ્મમાં આલિયા ભટ્ટને જ લેવામાં આવે. જ્યારે આદિત્ય બેફિકરે ફિલ્મની અભિનેત્રી વાણી કપુરને ફિલ્મમાં લેવા માટેનો નિર્ણય કરી ચુક્યા હતા. મોડેથી જાણવા મળ્યુ કે આલિયા પાસે તો સમય નથી. વાણીના નામ પર પણ વિરામ મુકાઇ જતા આખરે કેટરીના કેફને લેવામાં આવી હતી. કેટરીનાની કેરિયર ફરી એકવાર તેજીમાં આવી ગઇ છે. કારણ કે તેની સલમાન ખાન સાથેની છેલ્લી ફિલ્મ ટાઇગર જિન્દા હે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. કેટરીના સાથે ધુમ સિરિઝની છેલ્લી ફિલ્મમાં આમીર હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY