જીનીંગ મીલમાંથી રૂ. ૧૮ લાખની ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ

0
5

જસદણ,તા.૭
જસદણમાં રાત્રે બે જીનીંગ મીલમાંથી અજાણ્યા શખ્સોએ ૧૮ લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બનાવની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
ઘટનાની વિગત અનુસાર જસદણમાં ગઢડીયા રોડ પર આવેલા ખુશી જીનીંગમાં રાત્રે ૧-૩૦ વાગ્યા આસપાસ બે અજાણ્યા તસ્કરો જીનીંગના પાછળના ભાગેથી ઓફિસમાં ઘુસ્યા હતા અને ટેબલ પર પડેલા ૧ લાખ ૬૫ હજાર રૂપિયાની રોકડની ચોરી કરી નાસી ગયા હતા. દરમિયાન ઓફિસની બાજુમાં પડેલી કારનાં કાચ તોડી તેની અંદર પણ તપાસ કરી હતી. પરંતુ કારમાંથી કંઈ હાથ લાગ્યું નહોતું. ત્યારબાદ આ બન્ને શખ્સોએ લીલાપુર રોડ ઉપર આવેલી શ્રીસોમનાથ કોટેક્ષ જીનીંગમાં ૫-૫૦ વાગ્યે પાછળના ભાગથી અંદર ઘુસી ઓફિસની તીજારીમાં પડેલા રૂ.૧૬ લાખ ૬૫ હજારની રોકડ રકમની ચોરી કરી હતી. જેથી બંને જીનીંગ મીલના માલિકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી. હાલ પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ શરૂ કરી છે.
જસદણના લીલાપુર રોડ ઉપર આવેલી શ્રીસોમનાથ કોટેક્ષમાંથી સવારે કપાસની ગાડીઓ ભરવા જવાની હોવાથી સાડા પાંચ લાખ રૂપિયાના ત્રણ પેકેટો તૈયાર કરીને ટેબલના ખાનામાં રાખવામાં આવ્યા હતા. જે ત્રણેય પેકેટો આ અજાણ્યા તસ્કરો લઈ નાસી ગયા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY