વાશિંગ્ટન,તા.૭
અમેરિકી વાયુસેનાની પ્રથમ મહિલા લડાકૂ વિમાન પાયલોટ અને એરિઝોનાથી સાંસદ રહેલી માર્થા મૈકસેલેએ બુધવારે એક મોટો ખુલાસો કર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે પોતાના વાયુસેનાના કાર્યકાળ દરમિયાન એક વરિષ્ઠ અધિકારી દ્વારા તેમના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.
માર્થાએ ૨૬ વર્ષ સુધી વાયુસેનામાં ફાઇટર સ્ક્વાડ્રન તરીકે ફરજ બજાવી હતી. સેનામાં થતા યૌન શોષણને લઇને સીનેટની એક ઉપસમિતિમાં સુનાવણી દરમિયાન ૫૨ વર્ષીય માર્થાએ ભાવુક થઇને સેનાના પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા યૌન શોષણ વિશે પોતાની વાત રજૂ કરી હતી.
વધુમાં તેણી જણાવે છે કે સેનામાં યૌન શોષણનો ભોગ બનેલા લોકોમાં મારો પણ સમાવેશ થાય છે, પરંતુ અન્ય લોકોની જેમ મેં પણ આ પ્રકારની માહિતી જાહેર કરી ન હોતી. એ સમયની વ્યવસ્થા પર મને ભરોશો ન હતો. મેં મારી જાતને દોષી માની. હું શર્મ અનુભવી રહી હતી અને પોતાની જો તને લાચાર માનતી રહી. એટલા માટે જ મે આ મામલે કોઇ ટિપ્પણી કરી ન હોતી.
રિપબ્લિકન સાંસદ જણાવે છે કે અપરાધિઓ દ્વારા પોતાની તાકતનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો. એક મામલામાં મને શિકાર બનાવવામાં આવી અને એક વરિષ્ઠ અધિકારી દ્વારા મારા પર દષ્કર્મ ગુજારવામાં આવ્યું. આ ઘટના બાદ તેણીએ સેના છોડવાનો પણ નિર્ણય લીધો હતો. તેવું તેણીએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




