પોલીસ કર્મીઓની હત્યા પાછળ હિઝબુલ કમાન્ડર રિયાઝ નાયકુ

0
13

શ્રીનગર,તા.૨૧
જમ્મુ કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીઓની અપહરણ બાદ આતંકવાદીઓએ હત્યા કરી છે. જેની પાછળ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર રિયાઝ નાયકુ હોવાનુ સામે આવ્યુ છે.
રિયાઝ નાયકુને બીજા બુરહાન વાની પણ ગણવામાં આવે છે. તેણે ૧૨ મિનીટનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરીને પોલીસ કર્મીઓને પોલીસની નોકરી છોડી દેવા માટે ધમકી આપી હતી. તેણે માટે પોલીસ કર્મીઓને ૩ દિવસનો સમય આપ્યો હતો.
આતંકવાદીઓએ કાશ્મીરના ગામડાઓમાં પોલીસમાં નોકરી કરવા સામે ચેતવણી આપતા પોસ્ટર પણ લગાવ્યા હતા. વોટસએપ દ્વારા મેસેજ પણ મોકલવામાં આવ્યા હતા અને જા નોકરી ના છોડે તો અંજામ ભોગવવાની ધમકી આપી હતી.
આતંકવાદીઓએ કહ્યું હતુ કે પોલીસ કર્મચારીઓ રાજીનામુ ધરી દે અને અમને ખાત્રી થાય તે માટે ઈન્ટરનેટ પર તેનો ફોટો અપલોડ કરે.
આતંકવાદીઓની ધમકીને સરકારે હળવાશથી લીધી હતી અને આજે તેમણે ૩ પોલીસ કર્મીઓની હત્યા કરીને ધમકી સાચી પાડી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY