શ્રીનગર,તા.૮
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક પોલીસ ટીમ પર થયેલા આતંકી હુમાલા બાદ સુરક્ષાદળોએ એક આતંકીને જવાબી હુમલામાં ઠાર કર્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, શુક્રવારે મોડી રાત્રે અનંતનાગના અચ્છાબલ વિસ્તારમાં આતંકીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં એક આતંકીને ઠાર કરાયો છે.
આ ઘટના બાદ આખી રાત અચ્છાબલ સહિતના તમામ વિસ્તારોમાં સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની ટીમોએ સર્ચ ઓપરેશન ચલાવીને અન્ય આતંકીઓની તપાસ હાથ ધરી હતી. અચ્છાબલમાં ઠાર કરાયેલા આતંકી પાસેથી એક એકે-૪૭ રાફઇલ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ઠાર કરાયેલા આતંકીની ઓળખ બિલાલ અહમદ, પુત્ર અબ્દુલ અહમદ તરીકે કરાઇ છે. જે કુલગામનો રહેવાસી હતો. બિલાલ ગત અનેક દિવસોથી આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા માટે કામ કરી રહ્યો હતો અને તે પૂર્વ વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં પણ સામેલ હતો.
પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ બિલાલ અહમદ ત્રણ મહિના અગાઉ લશ્કર-એ-તોઇબામાં સામેલ થયો હતો અને ગત કેટલાક દિવસોથી કાશ્મીર ઘાટીમાં થઇ રહેલા આતંકી હુમલા અને હથિયાર લૂંટની અનેક ઘટનાઓમાં પણ સામેલ હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ શુક્રવારે મોડી રાત્રે થયેલા આતંકી હુમાલામાં એક પોલીસ જવાન પણ ઘવાયો છે, જેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



