હંદવાડામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ : એક જવાન શહિદ

0
399

શ્રીનગર,તા.૧૭
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકવાદી વચ્ચે થયેલી અથડામણમાં એક જવાન શહીદ થયા છે. હંદવાડામાં ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ હતી.
સેનાના જવાન પર આતંકીઓએ ફાયરિંગ કરતા સેનાએ આતંકવાદીઓને વળતો જવાબ આપ્યો હતો. આતંકવાદી સાથેની અથડામણમાં સેનાના એક જવાન શહીદ થયા છે.
ગુરૂવારે પણ હંદવાડામાં આતંકવાદીઓએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતા અથડામણ થઈ હતી. સેનાએ આતંકવાદીઓની ઘુસણખોરીને નિષ્ફળ બનાવતા ચાર જવાન ઘાયલ થયા હતા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY