ન્યુ દિલ્હી,તા.૧૭
ઈન્શ્યોરન્સ સેક્ટરના નિયમ-કાયદા નક્કિ કરનાર સંસ્થા ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડડેવલપમેન્ટ ઓથોરીટી (ઈરડા) એ વીમા કંપનીઓને માનસિક બીમારીને પણ મેડિકલ ઈન્શ્યોરન્સ પોલીસીમાં કવર કરવાનુ જણાવ્યુ છે. ઈરડાએ સ્પષ્ટ કર્યુ છે કે માનસિક બીમારીઓને પણ શારીરીક બીમારીઓની જેમ જ માનવામાં આવે.
ઈરડાએ એક સક્્ર્યુલર જાહેર કરીને કહ્યું છે કે વીમા કંપનીઓને માનસિક બીમારીઓ સામે જજૂમી રહેલ લોકો માટે જેટલુ બની શકે તેટલુ જલ્દી મેડિકલ વીમાની જાગવાઈ કરે. વૈશ્વીક સ્તર પર કંપની માનસીક બીમારીઓ ૨-૩ વર્ષ રાહ જાયા પછી કવર કરે છે. ઈરડા મેંટલ હેલ્થકેર એક્ટ ૨૦૧૭નુ અનુસરણ કરે છે. આ એક્ટમાં સેકશન ૨૧(૪) અનુસાર દરેક ઈન્શ્યોરંસ કંપનીને શારીરીક બીમારીઓની જેમજ માનસિક બીમારીના ઈલાજ માટે મેડિકલ વીમાની જાગવાઈ કરવી જાઈએ.
મેન્ટલ હેલ્થ કેર એક્ટ ૨૦૧૭ ૨૯ મે, ૨૦૧૮થી પ્રભાવી તહ્યો હતો. તે અનુસાર મેન્ટલ
આભાર – નિહારીકા રવિયા હેલ્થકેરમાં એક વ્યક્તિની માનસિક સ્થિતિનુ એનાલિસિસ અને ડાયગ્નોસિસનો સમાવેશ થાય છે. સાથે તેમાં તેમનો ઈલાજ અને પુનર્વસન પણ જાડાયેલ હોય છે.
એક હેલ્થ વીમા કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસરે જણાવ્યુ હતુ કે આનાથી માનસિક બીમારી સામે જજૂમી રહેલ લોકોને એક પ્રતિષ્ઠીત જીવન જીવવાની તક મળશે. સાથે જ તેમણે જણાવ્યુ છે કે તેનાથી જાગૃતી આવશે અને માનસિક બીમારીઓથી પીડીત લોકોને સ્વીકૃતી મળશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




