સમગ્ર સુરત જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં 3 ઈંચ વરસાદ ખાબકતા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સમગ્ર જીલ્લાની મોટાભાગની નદી ઓવર ફલો થઇ બે કાંઠે વહી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ માંગરોળમાં 6 ઈંચ ખાબક્યો હતો. જ્યારે ચોર્યાસી, બારડોલી અને પલસાણામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી ગાંડીતૂર બનતા કાંઠાના ગામોના રસ્તા અને ખેતરોમાં ફરી વળતા કીમ નદીમાં પૂરનું સંકટ ઉભું થયું હતું.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સુરત અને ભરૂચ જીલ્લામાંથી પસાર થતી કીમ નદી ભયજનક સપાટીને અડીને વહેતા નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા કરાયા છે. કીમ નદીમાં ગાંડીતૂર બનતા ઉમરાછી, કીમામલી, કઠોદરા સહિત અને માંગરોળના મોટા બોરસરા સહિત ગામ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. બંને તાલુકાનું સરકારી તંત્ર પણ દેખરેખ રાખી રહ્યું છે, તો સ્થાનિક ગ્રામજનો પણ સલામતીનાં પગલાં ભરી રહ્યાં છે. કીમ નદીમાં સતત વધતાં પાણીથી માર્ગ અને ગામોના પાદર સુધી આવતા વાહન વ્યવહાર બંધ થતાં હાલાકી વેઠવાનો વારો આવ્યા છે.
માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પરનો લોલેવલ કોઝવે ડૂબી ગયો છે. જયારે બેરલ બ્રીજ ને અડીને પાણી વહી રહ્યા છે. તો ઓલપાડના ઉમરાછી ગામ નજીક થી પસાર થતી કીમનદીના પાણી ઉમરાછી ગામની પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત કચેરી અને આંગણવાડીમાં ફરી વળ્યા છે.
ખાસ કરીને કીમ નદીના કિનારે શેરડીનો ઉભો પાક અને શાકભાજીના માંડવા પણ પાણીમાં ગરકાવ થઇ જતા ખેડૂતોને લાખોનું નુકશાન થવા પામ્યું છે. જોકે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે કીમ નદીના ફરતે પાળા બનાવવામાં આવે તો ગામને પૂરથી બચાવી શકાય. હાલતો વરસાદે વિરામ લેતા કીમ નદીના પાણી ઓસરી રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



