૬૦ હજારથી વધુ જવાનો તૈનાત : ડ્રોનથી નજર હશે

0
59

જમ્મુ, તા. ૨૭
અમરનાથ યાત્રામાં પ્રથમ વખત ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે યાત્રા માર્ગમાં જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે સાથે ૬૦ હજારથી વધુ જવાનોની તૈનાતી કરી છે. પ્રથમ વખત અમરનાથ યાત્રીઓની સુરક્ષા માટે ખાસ ડ્રોન કેમેરા ગોઠવી દેવાયા છે. જમ્મુથી કેમ્પ માટે રવાના થનાર શ્રદ્ધાળુઓના દરેક જથ્થાની સાથે આશરે ૧૫ બટાલિયન ફોર્સ અને ૯૦ ડ્રોન કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. એક જથ્થામાં ૫૦ કેમેરા રાખવામાં આવ્યા છે. શ્રીનગરથી રવાના થનાર દરેક જથ્થામાં શ્રદ્ધાળુઓની સંખ્યાના આધાર ઉપર ૧૦થી ૧૫ બટાલિયન ફોર્સને તૈનાત કરવામાં આવી છે. દરેક બટાલિયનને પાંચથી છ ડ્રોન કેમેરા આપવામાં આવ્યા છે. એક જથ્થાની સાથે આશરે ૫૦ થી ૯૦ ડ્રોન કેમેરા રહેશે. આ ડ્રોન યાત્રા માર્ગ પર બંને ભાગમાં રહેશે. પ્રથમ ભાગ ગ્રીન ઝોન અને બીજા હિસ્સો રેડ ઝોન રહેશે. શ્રદ્ધાળુઓને ગ્રીન ઝોનમાં રાખવામાં આવશે. આ વખતે શ્રદ્ધાળુઓને સઘન સુરક્ષા વ્યવસ્થા હેઠળ રાખવામાં આવ્યા છે. ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પ્રથમ સ્તર પર સેનાને કમાન્ડોને ગોઠવી દેવામાં આવ્યા છે. સેનાના કમાન્ડોની જવાબદારી બંને તરફથી આવનાર ત્રાસવાદીઓને યાત્રા માર્ગની તરફ જતા રોકવાનો રહેશે. તેમને વન્ય વિસ્તારની અંદર જ ફુંકી મારવામાં આવશે. બીજા સ્તરની સુરક્ષામાં જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો રહેશે. ત્રીજી અને આંતરિક સુરક્ષા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો સંભાળશે. સીઆરપીએફએ એક વિશેષ મોટરસાયકલ સ્કવોર્ડ બનાવ્યું છે. મેડિકલ સુવિધાઓથી સજ્જ આ બાઈક મિની એમ્બ્યુલન્સ તરીકે કામ કરશે. આ વખતે પ્રથમ વખત અમરનાથ યાત્રાની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ સિક્યુરિટી ગાર્ડની તૈનાતી કરવામાં આવી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY