નિષ્ફળ સરકાર? મોદી રાજમાં સરકારી બેન્કોમાં ૮૫ ટકા ફ્રોડના કેસ

0
47

ન્યુ દિલ્હી,તા.૨૭
પીએમ મોદીના રાજમાં થયેલા બેકિંગ ફ્રોડના કુલ ૬૫૦૦ કિસ્સા સામે આવ્યા હતા. જેમાંથી ૮૫ ટકા કેસ પબ્લિક સેકટર બેંકમાં સામે આવ્યા છે. આરબીઆઈની હાલમાં જ જાહેર થયેલા ફાયનાનસીયલ સ્ટેબીલીટી રીપોર્ટ અનુસાર બેંકિગ ફ્રોડના લીધે ૩૦,૦૦૦ કરોડનું નુકશાન થયું છે.
આ રીપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૮માં ટોપ ૧૦ ફ્રોડમાં બેંકોને ૧૦,૦૦૦ કરોડનો ચૂનો લાગ્યો હતો. જયારે વર્ષ ૨૦૧૭માં બેંક ફ્રોડના ૫૦૦૦ કેસમાં બેંકોને ૨૦,૦૦૦ કરોડનું નુકશાન થયું હતું. બેંકીગ રેગ્યુલેટરી સંસ્થાએ કહ્યુ કે બેંકોમાં હાલ રૂપિયા ૧ લાખથી વધુ રૂપિયાની ફ્રોડની સંખ્યા વધી છે . તેમજ તેના લીધે નુકશાનમાં વધારો થઈ રહ્યો છે.
આ ઉપરાંત એક તરફ જાઈએ તો કુલ ફ્રોડના કિસ્સામાં ૮૫ ટકા ફ્રોડના કિસ્સા ખાનગીના બદલે સરકારી બેંકોમાં થયા છે. જેમાં પણ સૌથી વધુ ફ્રોડના કિસ્સા બેકિંગ લોનમાં જાવા મળ્યા છે. જેમાં પણ કાર્ડ અને ઇન્ટરનેટ બેંકીગ સ્કેમમાં પણ વધારો થયો છે.
આરબીઆઈના આંકડા મુજબ બેંકીગ સેકટરમાં જેટલા ફ્રોડ થયા છે તેમાં પબ્લિક સેકટર બેંકોની શેર તેમની ક્રેડીટ અને ડીપોઝીટના મુકાબલે વધારે છે. ક્રેડીટમાં સરકારી બેંકોની ભાગીદારી ૬૫ ટકા છે. જયારે ડીપોઝીટમાં તેનો શેર ૭૫ ટકા છે. તેમજ લોનમાં સરકારી બેંકોનો જેટલો માર્કેટ શેર છે તેનાથી વધારે ફ્રોડ થયો છે.
ઉલ્લેખનીય છે કે , હાલમાં જ ડાયમન્ડ વેપારી નીરવ મોદીએ ૧૨,૫૦૦ નો બેકિંગ ગોટાળો કરીને દેશ છોડીને ભાગી ગયો છે. રવ મોદી હોંગકોંગમાં ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લીમીટેડ કંપની નામે બિઝનેશ ધરાવે છે. નીરવ મોદીના બેકિંગ ફ્રોડ બાદ બીજી અનેક બેંકોમાં ફ્રોડ બહાર આવ્યા હતા અને સરકારી બેંકોમાં ચાલી રહેલી ગડબડ સામે આવી છે.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY