જય ભારત રીક્ષા એસોસિએશન ની માંગણીઓ સ્વીકારતાં જિલ્લા સમાહર્તા

0
96

આવતી કાલથી એક માસ માટે ભારે વાહનો માટે બંધ થતા ગોલ્ડન બ્રિજ પરથી હવે રીક્ષા ચાલકોને પણ જવાની પરવાનગી અપાઈ……

ભરૂચ નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલા બીજા અન્ય બ્રિજની કામગીરીના ભાગ રૂપે ભરૂચ જિલ્લા મેજીસ્ટેટ દ્રારા એક જાહેરાતનામું બહાર પાડવામાં આવ્યું હતું.કે બ્રિજની કામગીરીના લીધે ગોલ્ડન બ્રિજ પરથી માત્ર ટુ વિલ ગાડીઓ જ પસાર થઈ શકશે.જેના કારણે બ્રિજની કામગીરીમાં કોઈ અડચણ ના ઉભી થઈ શકે. પરંતુ આ જાહેરનામાના લીધે રોજી રોટી અર્થે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ફરતાં ૫૦૦ જેટલાં રીક્ષા ચાલકો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો હતો.જે અંગે રીક્ષા ચાલકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી કે ગોલ્ડન બ્રિજ પરથી રીક્ષા ચાલકોને આવવા-જવાની પરવાનગી આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.અને જો માંગણીઓ નહિ સ્વીકાર તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.જેના ભાગ રૂપે જય ભારત રીક્ષા એસોસિએશનના પ્રમુખ અને સભ્યો દ્રારા ગોલ્ડન બ્રિજના રસ્તા પર બેસી ટ્રાફિક જામ કરી વિરોધ નોંધાવ્યો હતો.પરંતુ પોલીસ દ્રારા સમજાવી રીક્ષા ચાલકોને બાજુ પર લેવડાવી ટ્રાફિક ચાલુ કરાવ્યો હતો.જે અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી દ્રારા ભરૂચ પોલીસનો અભિપ્રાય માંગતા પોલીસ દ્રારા રીક્ષા ચાલકો માટે હકારાત્મક અભિપ્રાય આપતાં ભરૂચ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા ટુ વિલ સાથે થ્રિ વિલ રીક્ષા ચાલકોને પણ ગોલ્ડન બ્રિજ પર થી જવાની પરવાનગી આપવામાં આવી છે.જે બાબતે જય ભારત રીક્ષા એસોસિએશન દ્રારા ભરૂચ વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના સમાહર્તાનો ખરાં હૃદય થી આભાર માને છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY