ભારે વરસાદ અને પહાડી ક્ષેત્ર હોવાના કારણે વિમાનનો અકસ્માત સર્જાયો ઇરાનમાં થયેલા પ્રાઇવેટ પ્લેનક્રેશમાં ૧૩ના મોત

0
30

તહેરાન,
તા.૧૨/૦૩/૨૦૧૮

સંયુકત આરબ અમિરાતના શારજાહથી ઈસ્તંબુલ જઈ રહેલુ તુર્કીનું એક ખાનગી જેટ વિમાન ઈરાનના પર્વતીય વિસ્તારમાં એક પર્વત સાથે અથડાતાં વિમાનમાં બેઠેલા ૧૩ લોકોનાં મોત થયાં છે.

ઈરાની ટેલિવિઝને આપાતકાલિન પ્રબંધન સંગઠનના પ્રવકતા મુજ્તબા ખાલિદીના હવાલાથી જણાવ્યું હતું કે આ વિસ્તારના શહેર એ કોર્ડમાં વિમાન એક પર્વત સાથે અથડાયું હતું, જેને કારણે વિમાનમાં આગ લાગી હતી. જેમાં વિમાનમાં બેઠેલા તમામ લોકોનાં મોત થયાં છે.ભારે વરસાદ અને પહાડી વિસ્તારને કારણે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાને ગઈ કાલે શારજાહના એરપોર્ટ પરથી બપોરે ઉડાણ ભરી હતી.

જે થોડા સમય બાદ ઈરાનના દક્ષિણ-પશ્વિમ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે બોમ્બાર્ડિયર સીએલ-૬૦૪ વિમાન શહેર એ કોર્ડમાં એક પહાડ સાથે અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અંગે જાણ થતાં રાહત બચાવ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને વિમાનમાંથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જેમની ડીએનએ ટેસ્ટ બાદ ઓળખાણ થઈ શકશે.

આ બનાવની જાણ થતાં જ દુર્ઘટના સ્થળ નજીકના ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને વિમાન નીચે દબાયેલા અને વિમાનમાં રહેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. લાશો એટલી હદે બળી ગઈ છે કે તેની ઓળખ માટે ડીએનએ કરાવવો પડશે.

મળતી માહિતી પ્રમાણે સોશ્યાલિટ મીના બસરાન તેની બહેનપણીઓ સાથે પાર્ટી કરવા માટે તેના પિતાના પ્રાઇવેટ જેટમાં ઇસ્તાંબુલ પાર્ટી કરવા જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની છે.

ઇરાનના ટેલીવિઝને દેશના ઇમરજન્સી સંગઠનના પ્રવક્તા મુજ્તબા ખાલિદીના હવાલે આ માહિતી આપી. કહેવાય છે બોમ્બાર્ડિયર ઝ્રન્૬૦૪ વિમાન શહેર એ-કોર્ડમાં વિમાન એક પહાડથી ટકરાયું અને જેમાં આગ લાગી ગઇ છે. સરકારી સંવાદ સમિતિ ઇરના અને સરકારી ટેલિવિઝને માહિતી આપી હતી કે બચાવકર્મી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. વિમાનમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ડીએનએ ટેસ્ટ દ્વારા ઓળખ થઇ શકશે.

સંજાગો કહો કે ટ્રેજડી હજુ તો રવિવારે ઇસ્તાંબુલ માટે ઉડાન ભરતાં પહેલાં મિસિસ બસરાને તેની સાથે ટ્રાવેલ કરનાર સાત બહેનપણી સાથેની દુબઇ રિસોર્ટની તસવીર ઇન્સટાગ્રામ પર પોસ્ટ કરી હતી. અને તેના તેના થોડાંક કલાકોમાં જ તેના મૃત્યુના સમાચાર આવ્યા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY