૧૦૦ લોકોને જેલમાં મોકલવા પડશે, તો મોકલીશું પણ લોકોને ઘર અપાવીશું

0
12

ન્યુ દિલ્હી,તા.૫
સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપના ૪૨ હજાર ખરીદદારોને ફ્લેટ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહેવાના મામલે આકરો ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એવું લાગે છે કે રિયલ એસ્ટેટ કારોબારના નામ પર મોટો ગોટાળો થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આને મકાન ખરીદનારાઓ સાથે મોટી ગંભીર છેતરપિંડી પણ ગણાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જા એકસો લોકોને જેલ ભેગા કરવા પડશે.. તો તેઓ આમ કરશે.
એકપણ દોષિતને આમા છોડવામાં નહીં આવે. આ મામલે આગામી સુનાવણી ગુરુવારે હાથ ધરાશે. આમ્રપાલી ગ્રુપના અધુરા પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશને કોર્ટ સમક્ષ હામી ભરી છે. પરંતુ આમા તેઓ નાણાં ખર્ચ કરશે નહીં. એનબીસીસી કોર્ટે કહ્યું છે કે તેઓ લગભગ ૮૫૦૦ કરોડ રૂપિયાના નિર્માણ ખર્ચ દ્વારા ૩૬ માસની અંદર આમ્રપાલી સમૂહે ૪૬ હજાર ૫૭૫ ફ્લેટોવાળી પંદર મકાન નિર્માણની યોજનાને પૂર્ણ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે આમ્રપાલી સમૂહના ઓડિટરો સાથે સહયોગ કરવા અથવા પોતાના પરિસરોની સીલિંગ તથા નિદેશક, તેમની પત્નીઓ તથા બાળકો સહીત તમામના એકાઉન્ટોને ફોરેન્સિક ઓડિટનો સામનો કરવાનું જણાવ્યું છે. તેના માટે બેંક ઓફ બરોડા અને એએસજી પિન્કી આનંદ પાસે ત્રણ સ્વતંત્ર ઓડિટર્સના નામ માગવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY