વિશ્વના સૌથી ધનવાન જેફ બેઝોસે એક જ દિવસમાં ૧૪ અરબ ડોલર ગુમાવ્યા..!!

0
54

વોશિંગ્ટન,તા.૨૯
અમેરિકાના શેર બજારમાં હાલ ભારે મંદી વ્યાપેલી છે. શેરોમાં એટલો કડાકો થાય છે કે શુક્રવારે એટલે ૨૬ ઓક્ટોબરે વિશ્વનો સૌથી ધનવાન જેફ બેઝોસે ૧૪ અરબ ડોલર ગુમાવ્યાં છે. ભારતીય કરન્સી પ્રમાણે આ રકમ એટલે ૧૧ અબજ ડોલર એટલે કે ૮૧ હજાર કરોડ રૂપિયા છે. થોડા જ કલાકોમાં આખી દુનિયા આ કડાકાને જાઇને અચંબિત થઇ ગઇ હતી. મહત્વની વાત તો એ છે કે તેને એક દિવસમાં જેટલુ નુકસાન થયું છે તેટલું તો ભારતના ટોપ ૧૦ ધનિકોમાંથી ૬ પાસે એટલી સંપત્તિ પણ નથી. આટલા મોટા કડાકા પછી પણ ૧૩૬ અબજ ડોલર( ૧૦ લાખ કરોડ રૂપિયા) સાથે જેફ આખી દુનિયાના સૌથી અમીર માણસ છે.
જેફને નુકસાન એટલે થયુ કારણ કે એમેઝોનને ત્રીજા ત્રિમાસિકના અનુમાન કરતાં ઓછી રેવન્યૂ મળી. આ જ કારણે શુક્રવારે વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોનના સ્ટોકમાં અંદાજે ૮ ટકાનો ઘટાડો નોંધાયો. જેની અસર બેજાસની સંપત્તિ પર પણ પડી. જેથી જ્યાં અમેઝોનની માર્કેટ વેલ્યૂ ૬૮ અબજ ડોલર ઘટી છે તેનાથી તેની અંગત વેલ્થ પર આની અસર થઇ છે. બ્લૂમબર્ગ બિલેનોયર ઇન્ડેક્સ અનુસાર, જેફ બેજાસની સંપત્તિ ૧૧ અબજ ડોલર ઘટી છે.
ભારતના ટોપ ૧૦માંથી ૬ ધનિક એવા છે, જેમની સંપત્તિ ૧૧ અબજ ડોલર કરતા ઓછી છે. તેનો અર્થ થાય છે કે આ લોકોની સંપત્તિ કરતા વધારે બેજાસને માત્ર એક દિવસમાં જ નુકસાન થયુ છે. નોંધનીય છે કે ભારતના ૪ ટોપ ધનિક મુકેશ અંબાણી, અજીમ પ્રેમજી, લક્ષ્મી નિવાસ મિત્તલ અને શિવ નાદર એવા છે જેમની સંપત્તિ ૧૧ અબજ ડોલરથી વધારે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY