દૂષિત પાણીના મુદ્દે લલિત વસોયાએ આમરણાંત ઉપવાસ પર બેઠ્યા

0
6

રાજકોટ,તા.૫
રાજકોટના ધોરાજી શહેર અને તાલુકામાં દુષિત પાણીના મદ્દે ધારાસભ્ય લલિત વસોયાએ ઉપવાસનું શસ્ત્ર ઉપાડ્યુ છે. અને ડેપ્યુટી કલેકટર કચેરીએ અમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. જોકે લલિત વસોયાના ઉપવાસને ભાજપ આગેવાનોએ નાટક ગણાવ્યુ છે. ભાદર-૨ ડેમમાં કલર વાળુ પાણી બંધ થાય, નર્મદાનું પાણી મળે તેવી માંગ સાથે લલિત વસોયાએ ઉપવાસ શરૂ કર્યા છે.
ધોરાજી શહેર અને તાલુકાના ૩૦ ગામો ઉપરાંત માણાવદર કુતિયાણા સહિતના ૬૦ ગામોને કેમિકલ વાળુ પાણી આપવામાં આવતુ હોવાનો આક્ષેપ છે. અને જ્યાં સુધી નર્મદાનું પાણી નહી અપાય ત્યાં સુધી અમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.
પીવાના શુદ્ધ પાણીની માંગને લઈને લલિત વસોયાના ઉપવાસ આંદોલનને ભાજપે નર્યુ નાટક ગણાવ્યુ છે. ધોરાજી શહેર ભાજપ અગ્રણી અરવિંદ વોરાએ કહ્યું હતુ કે રાજ્ય સરકારે ધોરાજી-ઉપલેટા, કુતિયાણા, પોરબંદર સુધી નર્મદાની પાઈપલાઈ નાખી દીધી છે. તેનું બે વખત ટેસ્ટિંગ થઈ ગયુ છે. અને ગઈકાલે રાતથી ધોરાજીમાં પાણી આપવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે રવિવારના રજાના દિવસે કરાયેલા ઉપવાસ નર્યા નાટક હોવાનો આક્ષેપ ભાજપે આક્ષેપ લગાવ્યો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY