રાજસ્થાનના જેસલમેરમાં પોલીસે પાકિસ્તાનના શંકાસ્પદ જાસૂસની ધરપકડ કરી

0
9

જેસલેમર,તા.૧૦
રાજસ્થાનના જેસલમેરમાં પોલીસે પાકિસ્તાનના શંકાસ્પદ જાસૂસની ધરપકડ કરી છે. પોલીસ પકડમાં આવેલો આ શખ્સ સોનુ ગામ પાસે આવેલા સેનાના કેમ્પ પાસે જોવા મળ્યો હતો અને પાકિસ્તાનમાં વીડિયો કોલથી વાતચીત કરતો હતો. પોલીસે આ શખ્સ પાસેથી એક સ્માર્ટ ફોન, ત્રણથી ચાર પેન ડ્રાઈવ અને એક કાર્ડ રીડરને જપ્ત કર્યુ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ફતન ખાન નામનો આ શખ્સ સિયાલોમાં રહે છે જેણે પાકિસ્તાનમાં અનેક વખત વીડિયો કોલ કર્યા. પોલીસ દ્વારા પૂછપરથમાં તેણે જણાવ્યુ કે, તે પાકિસ્તાનમાં પોતાના સંબંધી સાથે વાતચીત કરતો હતો.
મહત્વપૂર્ણ છે કે, જેસલમેર જેવા સંવેદનશીલ વિસ્તારમાંથી છેલ્લા બે સપ્તાહમાં આઠથી વધુ શંકાસ્પદ વ્યકિતઓની ધરપકડ કરવામા આવી છે. આ પહેલા પણ એક શખ્સને આર્મી કેમ્પની તસ્વીર લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY