મુંબઈ,તા.૧૯
અત્યંત વિદ્વાન અને અનુભવ સમૃદ્ધ કાનૂનવિદ રામ જેઠમલાણીનો રોલ કરવા કટિબદ્ધ થયેલા અભિનેતા સુમીત વ્યાસે કહ્યું હતું કે હું જેઠમલાણીજીનાં વાણી-વર્તનની નકલ કરવાનો નથી. ૧૯૫૮-૫૯ના નાણાવટી આહુજા ખૂન કેસ વિશે ટચૂકડા પરદાની સામ્રાજ્ઞા એકતા કપૂર એક વેબ સિરિઝ લઇને આવી રહી છે જેમાં ૧૯૫૦ના દાયકાના ખ્યાતનામ બેરિસ્ટર કાર્લ ખંડાલાવાલા તરીકે અંગદ બેદી ચમકશે અને રામ જેઠમલાણી તરીકે સુમીત વ્યાસને પસંદ કરવામાં આવ્યો હતો.
અગાઉ આ વિષય પર બેથી વધુ ફિલ્મો આવી ચૂકી છે જેમાં ૨૦૧૬માં રજૂ થયેલી રુસ્તમ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મે અક્ષય કુમારને નેશનલ એવોર્ડ અપાવ્યો હતો. એકતા કપૂરે કહ્યું હતું કે મારી આ વેબ સિરિઝ ચોક્કસ સમયગાળાની હોવાથી અમે પાત્રોને કેરીકેચર્સ તરીકે રજૂ નહીં કરતાં બંને ટોચના કાનૂનવિદોના કેટલાક જુદા જુદા એંગલથી લેવાયેલા ફોટોગ્રાફ્સના આધારે પાત્રોના પોષાક વગેરે નક્કી કર્યા હતા. આ વેબ સિરિઝને ધ વર્ડિક્ટઃ સ્ટેટ વર્સેસ નાણાવટી નામ આપવામાં આવ્યું છે.
સુમિતે કહ્યું કે હું કદી જેઠમલાણીજીને મળ્યો નથી. પરંતુ એમના વિશે જે સાહિત્ય કે વિડિયો ક્લીપીંગ્સ ઉપલબ્ધ છે એના આધારે હું મારું પાત્ર તૈયાર કરીશ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






