કૌભાંડીઓ જ રાજ્યમાં સીબીઆઈ તપાસનો વિરોધ કરે છેઃ જેટલી

0
29

ન્યુ દિલ્હી,તા.૧૭
પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ દ્વારા રાજ્યોમાં CBI તપાસના વિરોધ સામે નાણાં મંત્રી અરૂણ જેટલીએ પ્રત્યાઘાત આપતા જણાવ્યું કે જેમની પાસે છુપાવા માટે ઘણું હોય છે, તેઓ CBIને પોતાના રાજ્યમાં દાખલ થવા દેતા નથી. તેમને એ વાતનો ભય સતાવે છે કે CBI તપાસમાં તેમના કૌભાંડો જનતા સામે જાહેર ન થઇ જાય. એવું કોઇ પણ રાજ્ય નથી, જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય. એવામાં CBIને રોકવી કે તેનો વિરોધ કરવો પોતાનો બચાવ કરવા સમાન છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રાબાબુ નાયડૂ અને મમતા બેનરજીએ ઝ્રમ્ૈંને આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં દરોડા પાડવા અને તપાસ ચલાવવા માટે આપેલી સામાન્ય મંજૂરી પાછી ખેંચી, રાજ્યોમાં ઝ્રમ્ૈંને નો-એન્ટ્રી ફરમાવી હતી. આ મામલે વિપક્ષે મોદી સરકાર પર આરોપ લગાવ્યા હતા કે, સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરઉપયોગ કરી રહી છે, જેના કારણે રાજ્ય સરકારોનો તેમની પરથી વિશ્વાસ ડગી ગયો છે. ભાજપાએ વિપક્ષના આરોપ સામે CBI તપાસનો વિરોધ, વિપક્ષ દળો દ્વારા સ્વબચાવની વર્તૂણંક ગણાવી હતી. ભાજપાએ આ વિરોધને બચાવ અધિકારોનું દુર્ભાગ્ય કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY