ન્યુ દિલ્હી,તા.૧૮
કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે આવતીકાલે, સોમવારે યોજાનારી બેન્કની બોર્ડ બેઠક પહેલા નાણા મંત્રી અરુણ જેટલીએ સૂચક નિવેદન આપ્યુ છે.
જેટલીએ એક સમારોહમાં બેન્કને આડકતરો સંદેશ આપતા કહ્યું હતુ કે ક્રેડિટ ફ્લો, લિક્વિડિટી અને લોન માટેના નાણાની કમીના કારણે દેશના આર્થિક વિકાસનુ ગળુ ઘોંટાવુ ના જાઈએ.
તેમણે કહ્યું હતુ કે સંપત્તિની ગુણવત્તાની થઈ રહેલી સમીક્ષાના કારણે બેડ લોન સામે આવી ગઈ હીત.૨૦૦૮ થી ૨૦૧૪ દરમિયાન થયેલા સામૂહિક પાપના કારણે બેંકિંગ પ્રણાલીને સાફ કરવાની જરુર છે પણ તેના કારણે આર્થિક સુધારા પ્રભાવિત થવા જાઈએ નહી.આરબીઆઈના સંપત્તિ ગુણવત્તાના રિવ્યૂના કારણે ૮.૫ લાખ કરોડની બેડ લોનનુ ખુલાસો થયો છે.આ આંકડો ૨૦૧૪માં ૨.૫ લાખ કરોડનો દર્શાવાયો હતો.
જેટલીએ એવા સમયે ટકોર કરી છે જ્યારે સરકાર આરબીઆઈના રિઝર્વ ભંડોળનો લગભગ ૩૦ ટકા હિસ્સો અર્થતંત્રમાં ઠાલવવામાં આવે તે્વુ ઈચ્છે છે અને આરબીઆઈ તેની સાથે સંમત નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




