શોપિયાંમાં સેનાને મોટી સફળતા, બે ખતરનાક આતંકીઓ ઠાર

0
394

આતંકીઓએ વધુ એક યુવાનનું અપહરણ કર્યું
શ્રીનગર,તા.૧૮
જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં રવિવારે થયેલ અથડામણમાં સેનાના જવાનોના બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મૂ-કાશ્મીર પોલીસના જણાવ્યાં અનુસાર, આતંકીઓ પાસેથી સેનાના જવાનોને મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટક પદાર્થો મળી આવ્યા હતા. હાલમાં પણ તે વિસ્તારમાં ઘેરાબંધી કરીને સેનાના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
જમ્મૂ-કાશ્મીર પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર, રવિવારે શોપિયાં અને જૈનાપુરા વિસ્તારમાં સેના અને જવાનો વચ્ચે ભારે અથડામણ થઈ હતી. પોલીસે જણાવ્યું કે, સેનાને વિશ્વાસુ સૂત્રો પાસેથી બાતમી મળી હતી કે શોપિયાં વિસ્તારમાં આતંકીઓ છુપાયા છે. સૂત્ર પાસેથી મળેલી માહિતીને અનુસરીને જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
પોલીસે જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેથી બંને દળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. જવાનોએ આ અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. હજી પણ કેટલાક આતંકીઓ તે વિસ્તારમાં છુપાયા હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઠાર મરાયેલ આતંકીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે.
ઠાર મરાયેલ આતંકીઓમાંથી એક આતંકીની ઓળખ અલબદર નવાજ અને બીજાની ઓળખ આદિલ તરીકે કરવામાં આવી છે. આ અગાઉ શનિવારે બપોરે શોપિયાંમાં આતંકીઓએ ત્રણ યુવકોનું અપહરણ કર્યું અને તેમાંથી એકની હત્યા કરી દેવાઈ હતી, જ્યારે બે યુવાનોને સાંજે છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ શનીવારે સાંજે જ શોપિયાંના મંદિર વિસ્તારમાંથી બીજા બે યુવકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.
કાશ્મીર ખીણ આતંકવાદીઓની નાપાક હરકતોથી ગાજી રહી છે. બે યુવકોની ઈસ્લામિક સ્ટેટની સ્ટાઈલમાં વીડિયો ઉતારીને હત્યા કરનારા આતંકવાદીઓએ વધુ એક યુવકનુ અપહરણ કર્યુ છે.
આ યુવક પણ કાશ્મીરના શોપિયાં જિલ્લાનો રહેવાસી છે.જેની શોઘખોળ હાલના તબક્કે ચાલી રહી છે. આ પહેલા પણ બે યુવકોનુ અપહરણ કરીને આતંકવાદીઓ હત્યા કરી ચુક્્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY