CBI માં સફાઈ અભિયાનને અંજામ આપવા અસ્થાના-વર્માને રજા પર મોકલાયા : જેટલીનો ખુલાસો

0
6

ન્યુ દિલ્હી,તા.૨૪
નાણામંત્રી અરૂણ જેટલીએ CBI ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજાઓ પર મોકલવાનો નિર્ણય મામલે મોટો ખુલાસો કર્યો છે, તેમણે કહ્યું કે, આ બન્ને અધિકારીઓને રજાઓ ઉપર એટલા માટે મોકલવામાં આવ્યા હતા જેથી CBIમાં સફાઇ અભિયાનને અંજામ આપી શકાય અને પ્રોફેશનલ કામકાજમાં આવેલા છબરડાઓમાંથી બહાર લાવીને પાછું કામકાજને પાટા પર લાવી શકાય.
એક ઈન્ટરવ્યૂમાં જેટલીએ સીબીઆઈ ઓફિસરની અરજી સાથે જાડાયેલા સવાલ પર ચૂપ્પી સાંધી હતી, પરંતુ જણાવ્યું કે, રિપોર્ટમાં એજન્સીના કામકાજમાં ગડબડીની વાત સામે આવી છે. જે કંઇ પણ બન્યું તે ઝ્રફઝ્રની પાસે હતું, અને જ્યાં સુધી વાત સરકારની છે, અમે તેને સુધારની દિશામાં ઉઠાવવામાં આવેલું પ્રોફેશનલ કદમ માનીએ છીએ.
તેમણે પૂછેલા એક અન્ય સવાલમાં કે શું સરકારે તેમના પર એક્શન લેવામાં મોડું કર્યું છે, તો જેટલીએ કહ્યું, આ બધી ચીજાને હું CBIના સારા રૂપમાં જાવું છું. મારું માનવું છે કે સીબીઆઈ પહેલા કરતા વધારે પ્રોફેશનલ અને સારી બનવાની દિશામાં અગ્રેસર બનતી જણાઇ રહી છે.
નાણામંત્રીથી આરબીઆઇ અને સરકારની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને લઇને પણ અનેક સવાલો કરાયા હતા જા કે, તેમણે CBI ની સ્વતંત્રતા સાથે કોઇ પણ પ્રકારના સમજૂતીની વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, સરકારે જનતાના વ્યાપક હિતોનું ધ્યાન રાખવાનું હોય છે અને તેના સંબંધિત વિચાર-વિમર્શનો મતલબ કોઇ સંસ્થાની શકિતને ઓછી કરવાનો નથી હોતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY