પેન્શનધારકો માટે ખુશખબર, મિનિમમ પેન્શન વધીને ૨૦૦૦ રૂપિયા થશે

0
76

ન્યુ દિલ્હી,તા.૨૪
એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના ખાતેદારોને સરકાર બહુ જલ્દી ખુશખબર આપી શકે છે. પીએફના પેન્શનર્સને હાલમાં લઘુત્તમ પેન્શન માસિક ૧૦૦૦ રૃપિયા છેજે વધારીને ૨૦૦૦ રૃપિયા સરકાર કરે તેવી શક્્યતા છે. પીએફ ઓર્ગેનાઈઝેશન અને લેબર મિનિસ્ટ્રીએ આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે.જેના પર ૨૬ જુને મળવનારી સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં મંજૂરીની મહોર વાગી શકે છે.
લેબર મિનિસ્ટ્રીએ પણ આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી છે.મિનિમમ પેન્શન ૨૦૦૦ રૃપિયા કરવાથી સરકાર પર વર્ષે ૩૦૦૦ કરોડનો બોજા આવશે પણ પીએફ ઓર્ગેનાઈઝેશન પાસે આ બોજાના પહોંચી વળવા માટે પુરતુ ફંડ છે.
ઈપીએફઓને એક્સચેંજ ટ્રેડેડ ફંડમાંથી મે ૨૦૧૭ સધીમાં ૧૬.૦૭ ટકા રિટર્ન મળ્યુ છે. આ ફંડમાં પીએફ ઓર્ગેનાઈઝેશન દ્વારા ૪૭૪૩૧ કરોડ રૃપિયાનુ રોકાણ કરવામાં આવ્યુ છે.આમ ઈપીએફઓ સ્ટોક માર્કેટમાંથી સારુ રિટર્ન મેળવી રÌš હોવાથી પેન્શન ધારકોને આપવા માટે તેની પાસે પુરતી રકમ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY