મોરબી,તા.૨૯
મોરબીના જેતપર ગામે એક શખ્સે પરિણીતા પર છરીની અણીએ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે યુવતીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામમાં રહેતી પરિણીતાએ દુષ્કર્મ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ભોગ બનનાર પરિણીતાએ જણાવ્યું છે કે, ગઈકાલે બપોરના સુમારે તે ઘરે એકલી હોય અને ઘરમાં સુતી હોય તે દરમિયાન એકલતાનો લાભ લઇને આરોપી લાલજી ધનજી સાપરીયા (ઉ.વ. ૨૫) તેના ઘરમાં ઘુસી ગયો હતો. બાદમાં આરોપીએ બળજબરીપૂર્વક પરિણીતાને પકડીને મકાનની ઓરડીમાં લઇ જઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યું હતું. મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



