પરવાનગી વગર સભા કે સરઘસ યોજી શકાશે નહીં
સુરત, તા.૨૭
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ માં સુરત જિલ્લામાં ચુંટણીની આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓનો અમલ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એસ.ડી.વસાવાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
જાહેરનામા અનુસાર ચુંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચુંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યકિત જઈ શકશે.
ચુંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચુંટણી પ્રચાર પક્ષના કાર્યકરો/ નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી/મફલર પહેરી શકશે, પરંતું બેનર પ્રદર્શિત કરી શકશે નહી
કોઈપણ વ્યકિત કે વ્યકિતઓએ સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગાં થવા પર, કોઇ સભા કરવા કે બોલાવવા કે સરઘસ કાઢવું નહી. ઉમેદવારીપત્રો ભરવા કે ઉમેદવારીપત્રોની ચકાસણીમાં કે ચુંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચું.અધિકારીની કચેરીમાં મોટા સરધસ લઈને જવું નહી. જયા એક પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરધસ લઈ જવું નહી કે ખલેલ કરવી નહી. સરધસ કે રેલીમાં સ્થાનિક કાયદા અને અમલમાં હોય તે પ્રતિબંધક હુકમને આધિન ધ્વજ બેનર્સ કે કટ આઉટ રાખી શકશે. આવા સરધસમાં પક્ષે/ઉમેદવારે ટોપી, માસ્ક, સ્કાર્ફ વગેરે પહેરી શકશે. પરંતું પક્ષે પુરા પાડેલા સાડી/શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરી શકશે નહી. આ હુકમ ફરજ પરના વ્યકિતઓ, લગ્નના વરઘોડા, સીનેમામાં, ટાઉન હોલમાં, સ્મશાન યાત્રામાં, એસ.ટી, બસમાં, રેલ્વેમાં મુસાફરી માટે કે મંદિર, મસ્જિદ કે દેવળમાં પ્રાર્થના માટે શુદ્ધ આશયથી જતી વ્યકિતઓને લાગુ પડશે નહી.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૧૨૬ હેઠળ પ્રતિબંધતી ચુંટણી પ્રચારમાં સામેલ ન થવાની શરતે સંસદસભ્યો અને ધારાસભ્યો તેઓ જે મતવિભાગમાંથી ચૂંટાયેલા હોય તે મતવિભાગમાં રોકાઈ શકશે. આ હુકમ તા.૨૭/૦૫/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




