ઝારખંડમાં નક્સલીઓનો પોલીસ પાર્ટી પર લેન્ડમાઈન બ્લાસ્ટ: છ જવાન શહિદ

0
62

લાતેહર,તા.૨૭
ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તાર લાતેહરમાં નકસલવાદીઓના એક હુમલામાં પાંચ પોલીસકર્મી શહીદ થઈ ગયા છે. લાતેહરમાં આવેલ બૂઢા પર્વત વિસ્તારમાં નક્સલીઓના સર્ચ પર નિકળેલ જગુઆર પોલીસ પાર્ટી પર હુમલો કરી દીધો. આ હુમલામાં પોલીસના ૦૬ જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે પાંચ જવાનો ઘાયલ થઈ ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે.
મળેલી જાણકારી અનુસાર સર્ચ પર નિકળેલ પોલીસને નિશાન બનાવીને નક્સલિઓએ પહેલા લેન્ડમાઈન્ડ બ્લાસ્ટ કર્યો, ત્યાર પછી જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી. ત્યાર પછી જવાનોએ જવાબી કાર્યવાહી કાર્યવાહીમાં નક્સલીઓ પર પણ ફાયરિંગ કરી ત્યારે નક્સલી ભાગી નિકળ્યા હતા.
જણાવવામાં આવી રહ્યુ છે કે, જે પોલીસની ટીમ પર નક્સલીઓએ હુમલો કર્યો તેમા લાતેહાર અને ગઢવા જિલ્લાના એસપી પણ સામેલ હતા. જાકે, તેઓ બંને સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે.
ગઢવા પોલીસ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વિપુલ શુક્લાએ મંગળવાર સાંજે લાતેહાર અને ગઢવાના સીમા વિસ્તારમાં છિંજા વિસ્તારમાં નક્સલીઓ હોવાની બાતમી પર પોલીસ અને સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી હતી. સુરક્ષા દળોનો સામનો થતાં ફાયરિંગની શરૂઆત કરી દીધી અને રસ્તામાં છુપાવેલ સુરંગને વિસ્ફોટ કરી દીધી, જેમાં ઝારખંડ જગુઆરના છ જવાન શહીદ થઈ ગયા જ્યારે અન્ય ઘાયલ થઈ ગયા. તેમને જણાવ્યું કે, મોડી રાત સુધી નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થતી રહી હતી.
શુક્લાએ જણાવ્યું કે, જવાનોને જંગલમાંથી નિકાળવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઝારખંડ જગુઆર રાજ્ય પોલીસની વિશેષ ટીમને નક્સલીઓને સામે લડવા માટે તૈયાર કરવામાં આવી છે.
૮ વર્ષ બાદ ફરી એક વાર નક્સલીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. આ પહેલા વર્ષ ૨૦૧૦માં નક્સલીઓએ આ જ વિસ્તારમાં લેંડ માઈન્સ ફીચ કરીને બ્લાસ્ટ કર્યા હતા જેમાં ૧૩ જવાન શહીદ થયા હતા. તે સમયે નક્સલીઓએ ૧૦૦ લોકોને બંધક બનાવ્યા હતા. પોલીસ સુત્રોના આધારે બૂઢા પર્વતમાં કેટલાક ઈનામી નક્સલીઓ છુપાયેલા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY