હોસ્પિટલ માં જતા આવતા બીમાર દર્દીઓ ને પ્રવેશ દ્વાર પરજ ખાબોચિયા માંથી પસાર થવું પડે છે

બન્ને દરવાજા પર ભરાયેલા પાણી થી મચ્છરોનો નો ઉપદ્રવ થતા દર્દી અને સ્ટાફ ને જોખમ
રાજપીપળા: નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલના ખાડે ગયેલા વહીવટની વારંવાર બૂમો ઉઠવા છતાં સત્તાધીશો ની ઊંઘ ઊડતી નથી ત્યારે હાલ ચોમાસા ની શરૂઆત થતાંજ ગત વર્ષ ની જેમ હોસ્પિટલ ના બન્ને મુખ્ય દ્વાર પર મામૂલી વરસાદ માં પણ પાણી નો ભરાવો થતા બીમાર દર્દીઓ વધુ બીમાર પડે એવી સ્તિથી જોવા મળી રહી છે ત્યારે સારવાર માટે આવતા કે વોર્ડ માં દાખલ થતા દર્દીઓ સહીત સ્ટાફ માટે ને પણ આ પાણીનો ભરાવો બીમારી ની લપેટમાં લઈ શકે એમ છે અને આજ ગેટ પર થી હોસ્પિટલ ના અધિકારીઓ પસાર થતા હોવા છતાં એ આ સ્તિથી ને કેમ નજર અંદાજ કરે છે એ પણ એક મોટો સવાલ છે ત્યારે એમ કેહવું યોગ્ય લાગશે કે અહીં સારવાર માટે આવતા દર્દીઓ કદાચ વધુ બીમાર થઈ ને જશે અને આ સ્તિથી બીમારીને આમંત્રણ આપતી કહી શકાય એવી હોય દર વર્ષે ભરાતા પાણી માટે હવે કોઈ નક્કર પગલા લેવાય એ દર્દીઓ ના હિત માં રહેશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,
ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





