ઝિમ્બાબ્વેમાં સંસદની ચૂંટણી લોહિયાળ બની : સેનાના ફાયરિંગમાં ૧૦ના મોત

0
117

પ્રદર્શન કરી રહેલા વિપક્ષી જૂથોના સમર્થકો પર ગોળીબાર કરાયો
હરારે,તા.૨
ઝિમ્બાબ્વેમાં સંસદની ચૂંટણી બાદ થયેલી હિંસામાં ૧૦ લોકોના મોત થયા છે. ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં સુરક્ષા દળોએ પ્રદર્શન કરી રહેલા વિપક્ષી જૂથોના સમર્થકો પર ગોળીબાર કર્યો હતો. જેમાં દસ લોકોના મોત થયા છે.
સરકારે કહ્યું કે, રાજધાનીમાં સેનાને પોલીસની મદદ માટે તહેનાત કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. વિપક્ષ એમડીસી ગઠભંધને આ સશસ્ત્ર દમનની આલોચના કરી છે. તેમણે આ કાર્યવાહીની તુલના રોબર્ટ મુગાબેના શાસન સાથે કરી છે.
સત્તાધારી પક્ષ જોનું-પીએફએ ચૂંટણીમાં ઘાલમેલ કરી હોવાનો વિપક્ષના ગઠબંઝનનો આરોપ છે. ઝિમ્બાબ્વેમાં સોમવારે જ સંસદની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષને બહુમત મળી છે. હાલ પરિણામોની જાહેરાત થઈ નથી. યુરોપિયન યુનિયને ચૂંટણી પરિણામોમાં વિલંબ પર ચિંતા વ્યકત કરી છે.
રાષ્ટ્રપતિ એમર્સન નૈનગાગવાએ બુધવારની હિંસા માટે વિપક્ષના ગઠબંધનને જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી પ્રક્રિયાને અવરોધવા માટેનું કાવતરું છે. તેમણે લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY