રાફેલ, સીબીઆઇ મુદ્દે જેપીસી તપાસમાં વાંધો શું છે..??

0
50

કેન્દ્રની હાલની સરકાર ચારે તરફથી ઘેરાયેલી છે. તાજેતરમાં હુમલા રફાલ સોદાને લઈને થઇ રહ્યા હતા ત્યાં સીબીઆઇમાં એવું કાંઇક બન્યું કે સરકારની ટીકાઓ થઇ રહી છે. વિપક્ષોએ સીબીઆઈની સમસ્યાને રફાલ સોદા સાથે જાડી દઈને શબ્દોનાં હુમલા તેજ કરી દીધા ત્યારે રફાલની તપાસ માટે જેપીસી કમિટી બનાવવાની માંગ પણ છેલ્લા ઘણા સમયથી થઇ રહી છે. એવું નથી કે સંસદમાં જેપીસી કમિટીનું ગઠન પહેલીવાર થશે. આની પહેલા સંસદ સભ્યોની તપાસ સમિતી બની છે. જેને સંયુક્ત સંસદીય સમિતિ કહેવામાં આવે છે. આ કમિટીમાં સત્તા પર બેઠેલા પક્ષનાં સાંસદો સાથે વિપક્ષોના પણ સાંસદો હોય છે અને બધા મળીને જે આરોપો લાગેલા છે તેનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને પોતાનો અહેવાલ સંસદમાં રાખે છે. આવી તપાસ કમિટીમાં ભાજપાનાં સિનીયર અગત્યનાં સાંસદ પણ હશે ત્યારે સરકારને આખરે રફાલ સોદાની તપાસ કરવા માટે જેપીસીની રચના કરવામાં શું વાંધો છે..?? આ કોઈ ખાનગી વાત નથી.
સરકાર વારંવાર લગાતાર કહી રહી છે કે રફાલ સોદામાં કશું જ ખોટું નથી અને અગાઉની સરકાર કરતા વધુ સારો સોદો આ સરકારે કર્યો છે. ત્યારે એક જેપીસી તો શું ચાહે કેટલીયે કમિટીઓ કેમ ન તપાસ માટે બેસે. સરકારને ડરવાની કોઈ જરૂરત નથી. જ્યારે સરકાર ઉપર આ સોદાને લઈને કોઈ દાગ નથી. સરકાર બેદાગ-સ્વચ્છ છે ત્યારે સરકારની ઉપર જબરજસ્તીથી કોણ દાગ લગાવવાના પ્રયાસો કરી શકે ભલા..?? અગાઉ પણ આવા મામલાઓમાં જેપીસી કમિટી બનાવેલી છે અને બનતી રહેશે. આમાં કોઈ નવી વાત નથી. ત્યારે સરકાર જેટલું દબાવવાની કોશિષો કરશે તેટલી વધુ શંકાઓ લોકોનાં મનમાં થશે. જેનાંથી સરકારને ફાયદો શું નુકશાનને નુકશાન જ થઇ શકે છે. સરકારમાં નાણામંત્રી જેટલી તો સુપ્રીમ કોર્ટનાં સિનીયર મોસ્ટ વકીલ છે. જેપીસીમાં સરકાર તેમનો સમાવેશ કરી શકે છે. તેઓ સરકારનો પક્ષ રાખી શકે છે. પછી સરકારને ડર શાનો છે..??
ભાજપાના અધ્યક્ષ અમિત શાહ દરેક સમયમાં કહેતા આવ્યા છે ‘અમારી સરકારે એવું કોઈ કામ નથી કર્યું કે કોઈ આંગળી ચીંધી શકે.’ વિપક્ષો દ્વારા એક આંગળી નહિ પણ પુરો પંજા ઉઠી રહ્યો છે ત્યારે આંખો બંધ કરીને બેસી રહેવાથી તોફાન ચાલ્યું નહિ જાય. રાજકીય તોફાન ઉઠી રહ્યું છે અને તે સીબીઆઇ ઓફીસ થઈને સરકારનાં દ્વારે ધીરેધીરે પહોંચી રહ્યું છે. સરકાર ઈમાનદાર છે. ફક્ત એવું કહેવાથી જ સરકારની ઈમાનદારી સાબિત નથી થતી. સરકાર રફાલ માટે જેપીસી બનાવે અને પોતાની ઈમાનદારીની પાકી સાબિતીઓ લોકોને આપે તો કંઈક વાત બને, નહિ તો સીબીઆઇનાં વર્માજીની પાછળ ઉભા થઈને વિપક્ષે ગોળા ફેંકવાનું શરૂ કરી દીધું જ છે. બચવાનો એકમાત્ર ઉપાય જેપીસી સિવાય બીજા કોઈ નથી. વડાપ્રધાનશ્રી જેપીસી બનાવો. હાથમાંની બંગડીને અરીસો શું..?? ઈમાનદાર સરકારને ડરવાનું શા માટે..??

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY