ઈસ્લામાબાદ,તા.૨
પાકિસ્તાનમાં તાજેતરમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય વિધાનસભાઓની ચૂંટણી સંપન્ન થઈ છે. ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કરવાના છે. ત્યારે હવે પાડોશી દેશમાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. જણાવવામાં આવે છે કે પાકિસ્તાનમાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાય તેવી સંભાવના છે.
પાકિસ્તાનના ચૂંટણી પંચે આના માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ મમનૂન હુસૈનની પાંચ વર્ષની ટર્મ આઠમી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહી છે. પાકિસ્તાન ચૂંટણી પંચને ટાંકીને આવી રહેલા પાકિસ્તાની મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી આઠમી ઓગસ્ટે નિર્ધારીત કરવામાં આવી હતી. પરંતુ તેને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું નથી. કારણ કે નવી નેશનલ એસેમ્બલી દશમી ઓગસ્ટ સુધી કાર્યવંત થઈ શકવાની નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




