સલમાનખાન પર NRI પાડોશીને હેરાન કરવાનો આક્ષેપ

0
71
સલમાનના ફાર્મહાઉસની બાજુમાં એનઆરઆઈ ઘર બનાવવા માંગે છે પણ….

સુપર સ્ટાર સલમાનખાન અને વિવાદોને બહુ જૂનો નાતો છે. છાશવારે સલમાન કોઈને કોઈ વિવાદમાં ફસાય છે. હવે સલમાનખાન પર તેના એનઆરઆઈ પાડોશીને હેરાન કરવાનો આરોપ લાગ્યો છે.સલમાનખાનના પનવેલ ફાર્મહાઉસની બાજુમાં જમીન લેનાર એનઆરઆઈ કેતન કક્કડે મુંબઈના વકીલ આભા સિંહ મારફતે સલમાન ને તેના પરિવાર પર હેરાન કરવાનો આરોપ મુક્યો છે. અમેરિકામાં રહેતા એનઆરઆઈ પરિવારે કહ્યું હતું કે 1999માં અમે પનવેલ ફાર્મ હાઉસ પાસે જ સલમાનના પિતા સલીમ ખાને પાસે 2.5 એકર જમીન 27.50 લાખ રુપિયામાં ખરીદી હતી. હવે અમે ભારતમાં સ્થાયી થવા માંગીએ છે ત્યારે સલમાનનો પરિવાર ઈચ્છતો નથી કે તેમના ફાર્મની બાજુમાં અમે ઘર બનાવીએ. તેમણે અમારી જગ્યા પર જવાના રસ્તા પર ગેટ મુકી દીધો છે.અમને વીજ જોડાણ પણ મળી રહ્યુ નથી અને સલમાનના ઘોડાના તબેલા માટે વન વિભાગ વીજ જોડાણની પરવાનગી આપે છે. પરિવારનુ કહેવુ છે કે અમે આ અંગે વન મંત્રીને પણ રજૂઆત કરી છે. વન વિભાગના અધિકારીઓ અમારી વાત સાંભળવા તૈયાર નથી. તેમાંના એક અધિકારી તો સલમાનખાન સાથે પાર્ટી કરતા નજરે પડ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY