બાઈક લઈ પસાર થતા યુવાનના ગળામાં દોરી આવી જતા ફાસો લાગતા મોત

0
11

અમરેલી,તા.૨૧
લાઠી નજીક રોડની બન્ને બાજુ પેવર બ્લોક બેસાડવાનું કામ ચાલી રહ્યું કોન્ટ્રાક્ટર દ્વારા બોર્ડ મુકવાને બદલે દોરી બાંધવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારીએ આજે એક યુવાનનો ભોગ લેવાયો હતો. યુવાન પોતાનું બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે આ દોરી ગળામાં આવી જતા ફાંસો લાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
નીજર રાજુભાઇ વાઘેલા નામનો યુવાન પોતાના બાઇક પર જઇ રહ્યો હતો. ત્યારે ડાયવર્ઝનની દોરી તેના ગળામાં આવી જતા ફાંસો લાગતા મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ દોડી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝનનું બોર્ડ શા માટે મૂક્યું નહીં. આ બાબતને લઇને યુવાનની લાશ સ્વિકારવાનો ઇન્કાર કર્યો છે. તેમજ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો નોંધવા માંગ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY