જેએનયુ વિવાદ: હકાલપટ્ટીના નિર્ણયને ઉમર ખાલીદ પડકારશે

0
88

ન્યુ દિલ્હી,તા.૭
૯ ફેબ્રુઆરી ૨૦૧૬ના અફઝલ ગુરુને આપવામાં આવેલી ફાંસી દરમિયાન યુનિવર્સિટીના કૅમ્પસમાં ભારત-વિરોધી સૂત્રોચ્ચારની બનેલી ઘટનાને મામલે તેની હકાલપટ્ટીને મંજૂરી આપતી જેએનયુની પૅનલની ભલામણને વિદ્યાર્થીઓ પડકારશે, એમ જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલીદે કહ્યુ હતું.
ખાલીદે કહ્યુ હતું કે આ મામલે વિદ્યાર્થીઓ નમતું નહીં ઝોખે. સોશ્યિલ મીડિયા પર કરેલા નિવેદનમાં ખાલીદે કહ્યુ હતું કે છેલ્લાં બે વર્ષમાં વહીવટીતંત્રએ કેસને મામલે મારી હકાલપટ્ટીનો આ ત્રીજી વખત આૅર્ડર આપ્યો છે.
અગાઉ કાર્ટે મારી વિરુદ્ધના આ જ પ્રકારના આદેશને બે વખત નકારી કાઢ્યા હતા, એમ ખાલીદે કહ્યુ હતું. અમે ફરી એકવાર આ તપાસ, તેનાં તારણો અને ચુકાદાના ફારસને નકારીએ છીએ.
આ તમામ બાબતો કુદરતી ન્યાયની વિરુદ્ધની હોવા ઉપરાંત વિવાદો, જૂઠાણાઓ અને બદઇરાદાઓનો કોયડો છે જેનો જલદી જ અમે પર્દાફાશ કરીશું, એમ તેણે કહ્યુ હતું.
અમે ફરી એકવાર મારી હકાલપટ્ટીના આદેશને કાર્ટમાં પડકારીશું, એમ તેણે કહ્યુ હતું. પહેલા દિવસથી અમારી વિરુદ્ધની આ તપાસ પૂર્વગ્રહયુક્ત હોવાનું જણાવતાં તેણે કહ્યુ હતું કે તપાસને નામે વ્યવસ્થિત રીતે અને બદઈરાદા સાથે અમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY