એક પાટા પર બે ટ્રેન..?? રેલવે વિભાગે ખુલાસો કરવો પડ્યો

0
133

સુરત,
તા.૧૮/૦૩/૨૦૧૮

સુરત-મુંબઈના વ્યસ્ત રેલવે ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી ગઈ હોવાનો વીડિયો વાયરલ થતા હોબાળો મચી ગયો છે. જાકે, રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભેસ્તાન ખાતે ઈન્ટરલોકિંગ સિસ્ટમનું કામ ચાલતું હોવાથી એક જ ટ્રેક પર બે ટ્રેન આગળ પાછળ ઉભી છે.

સુરત-મુંબઈના વ્યસ્ત રેલવે ટ્રેક પર ડિંડોલી વિસ્તારમાં આવેલા પ્રિયંકા કોમ્પલેક્ષ નજીક એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી ગઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો આજનો જ હોવાનું સામે આવ્યું છે. જો કે, આ વીડિયોને લઈને ખુલાસો થયો છે કે, ટ્રેક પર બન્ને ટ્રેન સામસામે નહીં પણ આગળ પાછળ છે. રેલવે દ્વારા જણાવ્યું હતું કે, ભેસ્તાન ખાતે ઈન્ટરલોકિંગ સિસ્ટમનું કામ ચાલે છે. જેથી બન્ને ટ્રેનોને અટકાવવામાં આવી છે.

ડિંડોલી વિસ્તારમાં આવેલી બ્રિજ પરથી રાહદારીઓ દ્વારા એક જ ટ્રેક પર બે ટ્રેન હોવાના વીડિયો ઉતાર્યા બાદ વાયરલ કરવામાં આવ્યા હતા. જાકે, વીડિયો વાયરલ કરનારને જાણ ન હતી કે, ટ્રેનની બંને બાજુ એન્જન છે. અને ભએસ્તાન પાસે રેલવેનું કામ ચાલી રહ્યું હોવાથી બન્ને ટ્રેનને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

બંને ટ્રેન સામસામે આવી ગઈ હોવાની વીડિયો વાયરલ થયા બાદ ઉધના રેલવે દ્વારા વેસ્ટર્ન રેલવેનો ભેસ્તાન ખાતે કરવામાં આવનાર કામ અંગેનું નોટિફિકેશ જાહેર કરવામાં આવ્યું છે. જેથી લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY