નોટબંધી દેશનો સૌથી મોટો ભ્રષ્ટાચાર,મોદીજી જ્યાં પણ જાય છે ત્યાં જૂઠ્ઠાણા ચલાવે છે : રાહુલ

0
10

ભોપાલ,તા.૧૬
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજ્યના દેવરી પહોંચ્યાં છે. તેમણે રાજ્યના ખેડુતોને સત્તામાં આવ્યાના દસ દિવસમાં દેવુ માફ અને યુવાનોને રોજગાર આપવાનું વચન આપ્યું છે. તો કેન્દ્ર સરકારની નોટબંધીને લઇને રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા કહ્યું કે નોટબંધી દેશનો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે, આ વાત આગામી દિવસોમાં સાબિત થઇ જશે.
મોદીજીના નોટબંધીએ ખેડુતો, મજુરો અને મહિલાઓને લાઇનમાં ઉભા રાખી દીધા. પરંતુ હિન્દુસ્થાનના ચોરો મેહુલ ચૌક્સી, નીરવ મોદી અને બીજા કોઇ અરબપતિ લાઇનમાં ઉભા જાવા મળ્યા નહીં. મેહુલ ચૌક્સી દેશથી બહાર ગયા બાદ અરુણ જેટલીની દિકરીના એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યાં અને વિજય માલ્યા ભાગતા પહેલા અરુણ જેટલીને મળ્યાં. શું કોઇએ આમને લાઇમાં ઉભા રહેતા જાયા.
આજે દેશમાં રોજગારી મોટી સમસ્યા છે. બીજેપી શાસિત રાજ્યોમાં જઇને યુવાનો પુછો શું કરો છો તો તેમનો જવાબ હોય છે કંઇ નહીં. એકલા મધ્ય પ્રદેશમાં ૭૫ લાખ યુવાનો બેરોદગાર છે. છેલ્લા બે વર્ષમાં આ ગ્રાફ ઝડપથી વધ્યો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી યુવાનો માટે બસ માત્ર જાહેરાતો કરી રહ્યાં છે, બીજુ કંશુ કરી રહ્યાં નથી. પટ્ટાવાળાની ૭૦૦ પદની ભરતી માટે ત્રણ લાખ લોકો ફોર્મ ભરે છે.
દેશમાં રોજગારી પુરી પાડવાની ઝડપને લઇને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કહ્યું કે ચીનમાં ૨૪ કલાકમાં ૫૦ હજાર યુવાનોને નોકરી મળે છે જ્યારે આપણા દેશમાં ૩૫૦. શિવરાજ એક પણ વ્યકિત ને નોકરી આપી રહ્યાં નથી. જા રાજ્યમાં અમારી સરકાર બની તો અમે ખાલી પડેલી જગ્યા ભરવાનું કામ કરીશું અને યુવાનોને રોજગારી આપીશું.
તેમણે જણાવ્યું કે પંજાબમાં અમે માત્ર ૧૦ દિવસમાં ખેડૂતોના દેવા માફ કર્યા. કર્ણાટકમાં પણ અમે ૧૦ દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કર્યા. તમે પંજાબ અને કર્ણાટકના લોકો જાડે દેવા માફી વિશે વાત કરી શકો છો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવશે અને ૧૦ દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. આ વાત મેં છત્તીસગઢમાં પણ જણાવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY