મુંબઈ,તા.૧૫
રાઇટર અને યોગા ટીચર ઇરા ત્રિવેદીએ ‘ધ ગર્લ ઇન રૂમ ૧૦૫’ સહિતની જાણીતી બૂક્સનાં લેખક ચેતન ભગત પર જાતિય શોષણનાં આરોપ લગાવ્યા હતા. ઇરાએ એક લેખમાં જણાવ્યું કે કઇ રીતે ચેતન ભગતે તેને પોતાના રૂમમાં બોલાવીને કિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે ચેતન ભગતે પોતાના બચાવમાં કથિત રૂપે ઇરા દ્વારા કરવામાં આવેલો ઈમેલ સાર્વજનિક કરી દીધો છે.
ચેતને ઈમેલ સાર્વજનિક કરવાની સાથે એ પણ કહ્યું કે, ‘છેલ્લા વાક્્ય પર ધ્યાન આપો. છેલ્લા વાક્્યમાં પત્ર પૂર્ણ કરતા ઇરા લખે છે,Imissukissu.’
ચેતને ઇરાનાં ઈમેલને શેર કરતા લખ્યું, ‘તો કોણ કોને ચુંબન કરવા ઇચ્છતુ હતુ? ઇરા ત્રિવેદીનો જાતે જ બધુ કહી દેતો આ ઇમેલ તેણે મને ૨૦૧૩માં મોકલ્યો હતો. ખાસ કરીને છેલ્લુ વાક્્ય, સરળતાથી એ દર્શાવે છે કે તેનો ૨૦૧૦નો આરોપ ખોટો છે. આ તેને પણ ખબર છે. મારા અને મારા પરિવારને સાથે માનસિક પજવણી રોકાવી જાઇએ. કૃપા કરીને ખોટા આરોપોથી આંદોલનને નુકસાન ના પહોંચાડો.’
ઇરાએ તેના લેખમાં એ સ્પષ્ટ કર્યું હતુ કે એક કાર્યક્રમ દરમિયાન એક પ્રશ્નનાં જવાબમાં તેણે ચાલાક બનતા એ વાત કહી હતી કે તેના પર હિટ કરનારા જા તેની ૧૦૦ પુસ્તકો ખરીદે છે તો તે તેમને કિસ કરશે અને બધી જ પુસ્તકો ખરીદી લે તો લગ્ન! પરંતુ તેણે આવું કંઈ કરવાની સંમતિ નહોતી આપી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





