મુંબઈ,તા.૨૮
મોખરાના એક્શન અને કોમેડી સ્ટાર અક્ષય કુમારે કહ્યું હતું કે હું શિસ્ત અને સમય પાલનમાં દ્રઢપણે માનું છું. સેટ પર બધા વાટ જાતાં હોય ત્યારે વાનમાં બેસીને બધાંને રાહ જાવડાવવામાં હું માનતો નથી.
‘તમારે મને તમારી ફિલ્મમાં લેવો હોય તો સમય પાલનમાં માન્યા વગર ચાલશે નહીં. વહેલી સવારે પાંચ વાગ્યે શૂટિંગ હોય તો પણ હું પાંચ વાગ્યા પહેલાં સેટ પર હાજર હોઇશ એની ખાતરી રાખજા. મારા માટે સમય પાલન બહુ મહ¥વની બાબત છે. સમય કોઇને માટે ઊભો રહેતો નથી. સમય પાલનમાં માનતા નથી એ લોકો લાંબો સમય કારકિર્દીમાં ટકી શકતા નથી’ એેમ અક્ષય કુમારે કહ્યું હતું.
અક્ષયે કહ્યું કે આપણે દરેક જણે સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. સતત ત્રણ વખત મોડા પડનારા વિદ્યાર્થીને શિક્ષા કરવામાં આવે છે. બાળપણનું એ શિસ્ત અને સમય પાલન યુવાનીમાં કિયા અદ્રશ્ય થઇ જાય છે એ મને સમજાતું નથી.
એણે મજાકમાં કહ્યું કે બોલિવૂડમાં કલાકારો પ્રોડયુસર અને યુનિટ મેમ્બર્સને વાટ જાવડાવતાં વાનમાં બેઠાં હોય છે અને અંદર ગપ્પાં મારતાં બેઠાં હોય છે. એ સિસ્ટમ મને ફાવતી નથી. હું સમય પાલનમાં માનું છું અને મારા નિર્માતા નિર્દેશક સાથે આ બાબતે ફિલ્મ સાઇન કરતી વખતેજ સ્પષ્ટતા કરી લઉં છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




