જુનાગઢ,તા.૯
ભવનાથ મંદિર સામે આવેલ વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ખોદકામ દરમિયાન પગથિયા વાળી પૌરાણીક વાવ મળી આવી છે. આ અંગે ગીરનાર પર્વત પરની કમંડલ કુંડની જગ્યાના મહંત મુક્તાનંદગીરી બાપુએ જણાવ્યું હતું કે, અહીંયા પેશકદમી થયેલી હતી જે દૂર કરાવતા નીચેથી પગથિયાવાળી વાવ મળી આવી છે. હાલ કાળઝાળ ઉનાળામાં પણ વાવમાં ૧૫ ફૂટે પાણી છે. વાવની ફરતે ફેન્સીંગ કરાવી જાળવણી માટે પ્રયાસ કરી રહ્યો છું. આવી પૌરાણીક વાવોની સરકારે અને પુરાતત્વ વિભાગે જાળવણી કરવી જોઇએ.
આ દરમિયાન આશાપુરા મઢ મંદિરના મહંત કિશોરપરી બાપુએ જણાવ્યું હતું કે, ભવનાથમાં લુવારવાડી, કચ્છી ઉતારાની બાજુમાં, રબારી જ્ઞાતિની જગ્યા પાસે, લાખાકોઠા સામે વાવ આવેલી હતી. આવી વાવોની જાળવણી કરવામાં આવે તો પાણીની સમસ્યાનો નિકાલ થઇ શકે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



