રાજકોટ,તા.૯
સાસરિયાઓ દ્વારા પુત્રવધૂ પર અત્યાચાર ગુજારવાનો વધુ એક બનાવ અંગે હાલ માવતરે મવડી ગામ રહેતી બીસીએ સુધીનો અભ્યાસ કરનાર ક્રિષ્નાના લગ્ન ગત ફેબ્રુઆરી ૨૦૧૮માં હાર્દિક સાથે થયા હતા. લગ્ન બાદ પતિને રાતે કોઇનો ફોન આવ્યા બાદ તે રૂમમાંથી બહાર જતા રહેતા હતા. અવારનવાર પતિની આવી હરકત બાદ તપાસ કરતા પતિ હાર્દિકને જેઠાણી વિરલ સાથે આડાસંબંધ હોવાની જાણ થઇ હતી. ત્યાર બાદ એક વખત પતિ અને જેઠાણીને કઢંગી હાલતમાં ક્રિષ્ના જોઇ ગઇ હતી.
પતિએ મારકૂટ કરી માવતરેથી વધુ દહેજ લઇ આવવાની માગણી કરી હતીઃ આ સમયે લાજવાને બદલે પતિ ગાજવા લાગ્યો આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખીશની ધમકી આપી માર માર્યો હતો. બનાવની સાસુ-સસરા સહિતના પરિવારજનોને જાણ થતાં તેઓએ પતિ હાર્દિકને ચડામણી કરી હતી. જેને કારણે હાર્દિક મારકૂટ કરી માવતરેથી વધુ દહેજ લઇ આવવાની માગણી કરી હતી. સાસરિયાઓની સતત ચડામણી બાદ પતિ હાર્દિકે વધુ એક વખત દહેજ લઇ આવવાનું કહી મારકૂટ કરી કાઢી મૂકી હતી. ત્યાર બાદ પતિ સહિતના સાસરિયાઓના અનહદ ત્રાસનો ભોગ બનેલી ક્રિષ્નાએ અંતે પોલીસ ફરિયાદ કરી છે. મહિલા પોલીસે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



