કાર્યકરોને મોબાઇલ, પૈસાની લાલચ આપી ભાજપમાં જોડવાનો પ્રયાસઃ પાસ કન્વીનર

0
9

રાજકોટ,તા.૧૬
સોશિયલ મીડિયામાં ફરી એક વખત વોરને કારણે રાજકોટનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ પાસના કન્વીનર હેમાંગ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ અને વીડિયો વાઇરલ કર્યો છે. જેમાં તેણે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, પાસના કાર્યકરો અને આગેવાનોને મોબાઇલ અને પૈસાની લાલચ આપી ભાજપમાં જાડાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આથી પાસના કાર્યકરો ગામડાઓમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરવાની ચિમકી ઉચ્ચારી છે. ગુજરાત પાસના પ્રવક્તા મનોજ પનારા અને હેમાંગ પટેલના નામે આ પોસ્ટ વાઇરલ થઇ છે.
હેમાંગ પટેલે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયા પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, લોભ, લાલચ અને ધાકધમકીથી ગામડાના પાસના કાર્યકરોને ભાજપમાં જાડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપને પોતાના કાર્યકરો પર વિશ્વાસ નથી. ચૂંટણી પહેલા સોશિયલ મીડિયામાં પાસ સક્રિય થતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસને ગુજરાતમાં મજબૂત કરવા પાસે ભાજપ પર પ્રહાર કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY