કેરીનો ભાવ રૂ. ૪૦૦ થી ૬૦૦
જુનાગઢ,તા.૨૬
ગીરની વિશ્ર્વ વિખ્યાત કેસર કેરીથી જુનાગઢનું ફ્રૂટ માકે‹ટગ યાર્ડ ઉભરાઈ રહ્યુ છે. અહીં દરરોજના ૧૪ થી ૧૬ હજાર કેરીના બોક્સ હાલ આવે છે.જેના ૧૦ કિલોના ૧ બોક્સના ભાવ રૂ.૪૦૦ થી ૬૦૦ બોલાય છે.હજુ આવક વધતી જશે અને ભાવો ઘટતા જશે. છેલ્લા ૨૩ દિવસથી આ યાર્ડમાં કેસર કેરી આવે છે. અત્યાર સુધીમાં ૬૫,૪૧૮ બોક્સ આવ્યા છે.તેમ કેરીના વેપારીઓ કહે છે.
કેસર કેરીના મુખ્ય મથક એવા તાલાલા ગીરના માકે‹ટગ યાર્ડમાં તા ૩ મેથી કેરીની. હરરાજી શરૂ થશે. તે પછી કેરીની ધૂમ આવક થશે અને તેના ભાવો ખૂબ ઘટશે.અત્યારે જૂનાગઢની બજારમાં કેરીના છૂટક ભાવ,૧ કિલોના રૂ.૯૦ થી ૧૦૦ બોલાય છે. જા કે, આ કેરી કારબાઇડથી પકાવેલી હોય છે. જે ખાવાલાયક હોતી નથી. આવી લારીઓમાં વેચાતી કેરી ઉપરથી પાકી દેખાય છે, પરંતુ જ્યારે તેને કાપો ત્યારે કાચી અને ખૂબ જ ખાટી હોય છે. હાલ અહીંની શાક માર્કેટોમાં અથાણાની કેરીઓ રાજાપુરી રૂ.૪૦ની કિલો અને કેસર રૂ.૫૦ થી ૬૦નો ૧ કિલોનો ભાવ બોલાય છે.
જેની ખરીદી મોટા પ્રમાણમાં જાવા મળે છે. આ કેરીઓ તદ્દન કાચી હોય છે અને તેમાંથી માત્ર વિવિધ અથાણાઓ જ બને છે. કેસર કેરીના આંબાઓ જેટલા તાલાલા ગીર અને સમગ્ર તાલુકાઓમાં છે. એટલા બીજે ક્યાંય નથી. જા કે કેસર કેરી હવે ગુજરાતભરમાં તૈયાર કરાય છે. તેમાં કચ્છની કેસર સારી હોય છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"