જૂનાગઢ તાલુકાનાં વડાલ ગામેથી બીજા તબક્કાની એકતા યાત્રાનું કરાવાશે પ્રસ્થાન

0
56

વંથલી-માણાવદર-માંગરોળ અને કેશોદ જૂનાગઢ તાલુકાનાં ગ્રામ્ય કક્ષાએ એકતા યાત્રાનાં સુચારૂ આયોજન માટે યોજાયેલ બેઠક

જૂનાગઢ તા.૧૪, જૂનાગઢ જિલ્લામાં આવતીકાલ તા. ૧૫ નવેમ્બરથી એકતા યાત્રાનો બીજો તબક્કો શરુ થવા જઇ રહ્યો છે. જૂનાગઢ તાલુકાનાં વડાલ ગામનાં પાદરચોક ખાતેથી તા. ૧૫ નવેમ્બરનાં સવારે ૮-૪૫ કલાકે બીજા તબક્કાની એકતા યાત્રાને સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતીમાં ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ લી.નાં ઉપાધ્યક્ષશ્રી ભુપતભાઇ ડાભી રથને પ્રસ્થાન કરાવશે. જૂનાગઢ જિલ્લાનાં વંથલી, માણાવદર, કેશોદ અને માંગરોળ તાલુકાઓમાં બીજા તબક્કમાં એકતાયાત્રા સટેચ્યુ ઓફ યુનિટી જૂદા જુદા બે રુટ પર પ્રવાસ કરશે. સરકારશ્રીનાં આ મહત્વકાંક્ષી કાર્યક્રમનાં સુચારુ અમલીકરણ માટે જિલ્લા ગ્રામવિકાસ અધિકારીશ્રીની નોડલ અધિકારી તરીકે નિમણુક કરવામાં આવી છે. જૂનાગઢ તાલુકામાં તા. ૧૫ થી ૨૦ નવેમ્બર દરમ્યાન વડાલ, સુખપુર, બામણગામ, ડેરવાણ, બલીયાવડ, ચોકલી, કાથરોટા, ચોકી, વડાલ, ભીયાળ, કેરાળા, માખીયાળા, ઝાલણસર, વાણંદીયા, વાલાસિમડી, ગલાધર, મજેવડી, પત્રાપસર, ખલીલપર, વધાવી, તલીયાધર ગામોમાં ગ્રામસેવક મુકુંદ હિરપરા રુટ કોઓર્ડીનેટર તરીકે વ્યવસ્થાઓ સંભાળશે.
જૂનાગઢ તાલુકાનો કાર્યક્રમ સંપન્ન થયા બાદ વંથલી તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી કેયુર જેઠવાનાં માર્ગદર્શન તળે વિસ્તરણ અધિકારી આર.ટી.કટારીયા રથરુટ કો-ઓર્ડીનેરટનાં સાનિધ્યે ઉટવાડા, નાંદરખી, ધંધુસર, રવની, ડુંગરી, ઝાપોદડ, નરેડી, બંટીયા, ઘંટીયા, વંથલી, કણજડી, મોટા કાજલીયાળા, થાણાપિપળી, લુશાળા, ખોખરડા, ગાદોઇ, ટીનમસ, સંદરડા, આખા, ટીકર વિગેરે ગામોમાં રથ પ્રવાસની વ્યવસ્થાઓ સંભાળશે. વંથલી અને જૂનાગઢ તાલુકા સાથે સાથે કેશોદ, માણાવદર અને માંગરોળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં એકતાયાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમો યોજાનાર છે.
જૂનાગઢ જિલ્લામાં યોજાનાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં બીજા તબક્કાનાં કાર્યક્રમનાં સુચારૂ અમલીકરણ માટે નિવાસી અધિક કલેટકરશ્રી ડી.કે.બારીઆની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકશ્રી વી.પી.મચ્છાર, પ્રાંત અધિકારી જ્વલંત રાવલ, નાયબ માહિતી નિયામક શ્રી રાજુ જાની, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ.કૈલા, આરોગ્ય અધિકારી ડો. સંજયકુમાર, મામલતદારશ્રી પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, રથનાં નોડલ અધિકારીશ્રીઓ અને કાર્ય અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

 જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY