‘સુરતમાં જંગલરાજ’ : યુવકની જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા

0
25

સુરત,તા.૭
પાંડેસરા વિસ્તારમાં જાહેર એક યુવાનને ચપ્પુના ઘા મારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી બે બહેનોએ એકના એક ભાઈ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ હત્યાનો ગુનો નોંધી ચાર અજાણ્યા હત્યારાઓને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
પાંડેસરા વિસ્તારમાં અજય શિવકુમાર સહાની પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં બે બહેનો અને એકનો એક ભાઈ હતો. અને એરટેલ કંપનીના મોબાઈલ સિમકાર્ડ વેચી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો. દરમિયાન ગત રોજ ચાર જેટલા યુવાનો દ્વારા અજય પર હુમલો કરવામાં આવ્યો હતો. અજયને પહેલાં માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ જીવ બચાવવા ભાગતા અજયને દોડાવી દોડાવી ચપ્પુના ઘા મારી મરાયા હતા. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અજયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે, હાલ હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY